________________
તત્વાર્થાધિગમ-સૂત્રની કર્થગમ આંચળો ,
વિવેચનકાર પૂઃ-આગમોકારક શ્રી આચાર્ય [પૂજ્યપાદ શ્રી આગમત–રહસ્યજ્ઞાતા, આગમાભ્યાસ-સંરક્ષક આગમિક-વ્યાખ્યાતા-શિરોમણું, આગમ દ્વારક આચાર્યદેવશ્રી વિ. સં. ૧૯૮ માં પાલીતાણું પન્નાલાલ બાબુલાલની ધર્મશાળામાં ચોમાસું રહ્યા હતા.
તે વખતે તત્વરૂચિ જિજ્ઞાસુ પુણ્યાત્માઓના હિતાર્થે શ્રી તત્વાર્થ સૂત્ર જેવા ગહન, ગંભીર ગ્રંથ ઉપર વાચના બપોરે ફરમાવતા હતા.
જેની નેંધ પૂ. આ. શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મ.શ્રીએ ટૂંકમાં કરેલી. તેના ઉપરથી અને પોતે કરેલી નેંધના આધારે યેગ્ય સુધારા-વધારા સાથે વ્યવસ્થિત પ્રેસ કેપી રૂપે તે વાંચનાનું લખાણ સહૃદયતાનિધિ પૂ. આ. શ્રી હેમસાગરસૂરીશ્વરજી મહારાજે તૈયાર કરેલ.
પરમકરણાલુ, પૂ. આ. શ્રી હેમસાગર-સૂરીશ્વરજી મ. શ્રી પાસેથી વિ. સં. ૨૦૨૯ ના વૈશાખ મહિને શ્રી તત્ત્વાર્થસૂત્ર વાંચનાની ફાઈલ શ્રી આગમતમાં પ્રકાશનાથે પ્રાપ્ત થઈ
જેને ભાષાકીય-વ્યવસ્થા, પેરેગ્રાફ, લખાણની સુવ્યવસ્થા આદિથી સુસજજત કરી શ્રી આગમતમાં નવમા વર્ષથી બીજા પુસ્તકમાં પ્રકાશિત કરવાની શરૂઆત કરી.
સાત હપ્તા આવી ચૂક્યા છે. ચોથા હપ્તથી પાંચમા અધ્યાયની વાચન શરૂ થઈ છે.