SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ આગમત ટકાવનાર થાય છે તેવી રીતે સરળતાને વધારનાર સાધનની તપાસ કરવાની ઓછી જરૂર નથી. ઇંદ્રિયસંજ્ઞા ને ગૌરવ જીતવાને જેમ એ નિયમ છે કે તે કષાયાદિકની પ્રવૃત્તિથી થતા અહિક અને પારત્રિક અનર્થો વિચારવા, તેવી રીતે માયાના ઘાતથી થતી સરળતાને વધારવા માટે પ્રતિક્ષણ માયાના અનર્થો વિચાર જે ઐહિક અને પારત્રિક હોય તે વિચારવા જોઈએ. તેમજ માયા કરવાવાળા મહાબળ સરખા મહાપુરુષોને થયેલું અનિવાર્ય નુકશાન વારંવાર ધ્યાનમાં લેવું જોઈએ. આ બધું કરવા સાથે માયા–પ્રધાન પુરુષોને સંસર્ગ સર્વથા ત્યજ જોઈએ. કારણ કે શિક્ષાના સે વાની અસર કરતાં દલીલવાળું એક વાક્ય ઘણી અસર કરે છે, અને સેંકડે દલીલનાં વાકો કરતાં એકપણ પ્રસિદ્ધ દષ્ટાંત હૃદયને હચમચાવી મૂકે છે, અને તેવાં સેંકડે દષ્ટાંતે કરતાં પણ સંસર્ગ એવી જબરદસ્ત અસર કરે છે કે જેને મહિમા સર્વને અનુભવસિદ્ધ છે. જે એમ ન હોત તે કરડે નિશાળે, માસ્તરો અને પુસ્તકો છતાં અને લાખે શિક્ષા કરનારી કોટે છતાં જગતમાં નીતિનું કે પ્રામાણિકતાનું સામ્રાજ્ય સ્થપાતું કેમ નથી? આ ઉપરથી સ્પષ્ટ થશે કે આખું જગત નીતિ અને પ્રામાણિકતા માટે માત્ર પથીના રીંગણું ગણનારી છે, પણ પવિત્રપુરુષોની સોબતમાં રહેલો મનુષ્ય સંસ્કારના પ્રભાવે ઉત્તરોત્તર સારી સ્થિતિમાં આવે છે. તે માટે સરળતાને વૃદ્ધિગત કરવાની ઈચ્છાવાળા પુરુષે માયાપ્રધાન પુરુષને સંસર્ગ સર્વથા વજે જોઈએ. આવી રીતે વિચારી જે સરળતાને વૃદ્ધિગત કરશે તેઓ કલ્યાણની નિસરણ પામી શકશે.
SR No.540016
Book TitleAgam Jyot 1980 Varsh 16
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1981
Total Pages166
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy