________________
પુસ્તક ૧-લું ચંદરવાદિનું વિધાન સ-શાસ્ત્ર છે
આચાર્ય મહારાજ શ્રી દેવેન્દ્રસૂરિજી શ્રી શ્રાદ્ધદિનકૃત્યવૃત્તિમાં તેમજ મૂલકાર મહારાજ ઉપર જણાવેલ સપષ્ટ શબ્દોથી ચંદરવા વિગેરે બાંધવાનું જણાવે છે, એટલે શાસ્ત્રને સાંભળનાર, માનનાર અને જાણનારાઓને તે ભગવાન જિનેશ્વર-મહારાજની ભક્તિ માટે ચંદરવા–પૂઠીયાદિની કર્તવ્યતા આવશ્યક છે, એમ માલમ પડ્યા સિવાય રહેશે નહિં.
આવી રીતે ચંદરવા વિગેરેની ભક્તિ કર્યા પછી પુષ્પગૃહની રચના માટે આચાર્ય મહારાજ જણાવે છે કે ભક્તિમાન શ્રાવક શ્રી જિનમંદિરની અંદર ફૂલેનાં ઘરે બનાવીને સમવસરણાદિક શોભાએ કરે. પુષ્પનાં ઘર બનાવવાને માટે કેવાં ફૂલે લેવાં? તે માટે જણાવે છે કે જે ફૂલે ઉત્તમોત્તમ વર્ણવાળાં હોવા સાથે ઉત્તમોત્તમ ગન્ધવાળાં હોય, એટલું જ નહિ, પરંતુ અનેક પ્રકારના જળમાં અને જમીન ઉપર થયેલાં હોય, એવાં ફૂલેથી પુછપનું ઘર બનાવે. છૂટાં કુલેથી પુનું ઘર ન બને એ સ્વાભાવિક છે, તેથી જ કહે છે કે અત્યંત ગુંથેલાં કુલએ તે કુલેનું ઘર બનાવવું.
આ જગપર વારંવાર ભક્તિ સહિત એવો શબ્દ આવવાથી કેટલાકને તે શબ્દની નિરર્થકતા લાગે, પરંતુ શ્રી દેવેન્દ્રસૂરિજી મહારાજ તેને ખુલાસો કરે છે આ ગાથાઓમાં જે વારંવાર ભક્તિનું કથન કરવામાં આવ્યું છે, તે એટલું જ દેખાડવા માટે છે કે ભક્તિએ સહિત એવા મનુષ્યને જ સર્વ-ક્રિયાઓને સમુદાય અત્યંત નિર્જરારૂપી ફલને આપનારો થાય છે.
અર્થાત્ જે મનુષ્યના અંતઃકરણમાં જિનેશ્વર-મહારાજની લેકેત્તર-તત્વ કહેનાર વિગેરે ગુણે તરીકે ભક્તિ નથી, પરંતુ માત્ર કીર્તિ અને જશ આદિની ઈચ્છાએ પ્રવતે લે છે, તેવા ભક્તિ–શૂન્ય મનુષ્યની મોટામાં મોટી ક્રિયા પણ લેત્તર-ફલની અપેક્ષાએ નિષ્ફળ થાય છે. પૂ. આ. શ્રી દેવેન્દ્રસૂરિજી મહારાજ આ ગાયત શાસ્ત્ર