________________
૫૨
આગમત સાક્ષીએ દઢ કરતાં જણાવે છે કે કિયાથી રહિત એવા મનુષ્ય ધારણ કરાતા જ્ઞાનનું અને જ્ઞાન કરીને રહિત એવા મનુષ્ય કરાતી જે ક્રિયા તેનું જે મહત્ત્વ છે, તે સૂર્ય અને ખજુઆ જેવું છે, અર્થાત્ ક્રિયા-શૂન્ય ભાવની મહત્તા સૂર્ય જેવી છે ત્યારે ભાવ–શૂન્ય મનુષ્ય કરાતી ક્રિયાની મહત્તા ખજુઆ જેવી છે.
આ ઉપરની બાબતથી શ્રી દેવેન્દ્રસૂરિજી મહારાજ ક્રિયાની અંદર ભક્તિભાવની મહત્તા દઢ કરી વારંવાર વપરાયેલ ભક્તિમાન શબ્દની સાર્થકતા કહે છે. પ્રભુ સમીપ ગીતગાન કેવી રીતનું હોય?
આવી રીતે ચંદરવા અને પુષ્પગ્રહ દ્વારા ભક્તિ કર્યા પછી ગાયન કરવાને માટે કહે છે કે
મેહને જીતનારા એવા જિનેશ્વર મહારાજાઓના ગુણના સમુદાયને ગંભીર અર્થવાળા શબ્દોથી ગવાય.
તથા ત્રિસ્થાન શુદ્ધ એટલે શિર, છાતી અને કંઠ એ ત્રણે રેગરહિત હોય અને તેથી જે ગવાય અથવા સાનુનાસિક વિગેરે ન થાય, એવા ગીતથી તેમજ મનોહર આદિ ગુણેએ સહિત એવાં ગાયને કહે. ભગવાનના તપ-ધ્યાન-વીતરાગતા-ચારિત્ર વિગેરે જેમાં જણાવેલાં હોય એવાં ગાયને કરે.
વળી શ્રાવક ગાયનની વખતે વિણા આદિ તતજાતનાં વાજી તેમજ તાલ વિગેરે વિતત જાતનાં તથા કસીતાલ વિગેરે ઘન જાતનાં અને વંશ વિગેરે શુષિર જાતનાં વાત્રે વગાડે અને શાસ્ત્રમાં કહેલા રિવાજ પ્રમાણે પાઠ અને તાલે કરીને શુદ્ધ આતંઘ ( વાત્ર) વિગેરે વગાડે.
વળી તે શ્રાવક મંદિરના આગળના ભાગના આંગણું વિગેરેમાં ચૈત્ય—પરિપાટી આદિકની વખતે રાસડાઓ, ડાંડીયા રાસ અને ચર્ચરી વિગેરે હદયને આનંદ આપે તેવી રીતે બતાવે.