________________
૨૦.
આગમત રિવાજ તે હમણાં ન પ્રવતેલો છે અને તેથી ચંદરવાઆદિ કરાવવા પાછળ થતો ધનવ્યય ધુમાડા જે છે” એમ કહે છે.
તેઓએ કમદાનવાળા મઠોમાંની નિવૃત્તિ લઈ વિવેચક્ષુ ખેલીને આચાર્ય મહારાજ શ્રી દેવેન્દ્રસૂરિજીએ જણાવેલ આ શ્રાદ્ધદિનકૃત્યને પાઠ નજરે જોવાની પહેલી જરૂર છે.
જે તેવા ભારે-કમીઓએ આ પાઠ જે હોય અને કદાચ શ્રદ્ધાની હીનતાને લીધે માન્ય ન હોય અને ભગવાન જિનેશ્વર મહારાજ વિગેરેની ભક્તિ માટે ભક્તિમાનેએ કરાતા ચંદરવા-પુંઠીયાને નિષેધ કર્યો હોય તે તે બાબતમાં વાચકોને એટલું જ કહેવાનું કે શાસનને અનુસરનારા ભવ્યાત્માઓ કાંઈ તેવા ચારિગ-રત્નને હારવા સાથે સમ્યક્ત્વ-રત્નને હારી ગયેલાની જેવા શ્રદ્ધાથી પતિત થયેલા નથી કે જેથી સમવસરણની અંદર દેવતાઓએ કરેલી ભક્તિના અનુકરણનું સામર્થ્ય ન હોય તે પણ પૂ. આ. શ્રી દેવેન્દ્રસૂરિજીએ કહેલા ભક્તિ-વિધાનમાં યથાશક્તિ ચંદરવા–પૂઠીયા આદિ દ્વારા ન પ્રવર્તે.
જેવી રીતે વ્યવહારથી પણ ચારિત્ર–રત્નાદિકે રહિત મનુષ્યનાં વચને શાસન-પ્રેમીઓને સાંભળવા લાયક રહેતાં નથી, એવી જ રીતે કેટલાક વ્યવહારથી ચારિત્રાદિક-રત્નને ધારણ કરવાવાળા છતાં લેકસંજ્ઞામાં લીન બનેલા ભગવાન જિનેશ્વરાદિના પૂજનના સાધનની ઉત્તમતા ચંદરવાદિ દ્વારા છે, એમ જાણવા-માનવાવાળા છતાં અગર તેવી માન્યતા ન હોવાને લીધે રેશમી-ચંદરવાને બહિષ્કાર કરી કપાસના પણ ઉત્તમ વસ્ત્રો ન લેતા છતાં કેવળ પ્રાકૃતજનેને લાયક ખાદી જેવાં અનુત્તમવાથી ભગવાનની ભક્તિ કરવાનું જાહેર કરે છે, તેવાઓનાં વચને પણ શાસન ઉપર પ્રેમ ધરાવનારાઓએ તે અંશે પણ સાંભળવા અને ગણકારવા લાયક નથી.