________________
પુસ્તક ૧-લું માટે દાનવેન્દ્ર કરેલા નૃત્યના ઉદાહરણમાં આ અ સુરેન્દ્રનું ઉદાહરણ આચાર્ય મહારાજ શ્રી દેવેન્દ્રસૂરીશ્વરજીએ આપેલું છે.
જો કે આચાર્ય ભગવાન શ્રી દેવેન્દ્રસૂરીશ્વરજીએ નારદના નાટકને અપ્રસિદ્ધ તરીકે જણાવી તેનું ખ્યાન આપેલું નથી, પરંતુ આવશ્યક વૃત્તિમાં જણાવેલા પ્રત્યેકબુદ્ધિપણાના અધિકારમાં શૌર્ય પણને અધિકાર જોતાં શ્રીવિહરમાન જિનેશ્વરની પાસે ગયેલા નારદે નાટક કર્યું હોય તે નવાઈ જેવું નથી?
દેવેન્દ્ર દાનવેન્દ્ર અને નારદના વિશેષદષ્ટતેને જણાવ્યા પછી પ્રભાવતીનું જે દષ્ટાંત જણાવેલું છે તે દાંત ખરેખર વિચારવા લાયક જ છે. પ્રભાવતીના નાટકમાં વિશિષ્ટતા શી? | સર્વ શ્રાવક અને શ્રાવિકાઓ જિનેશ્વર મહારાજની પૂજા દેવેન્દ્રના અનુકરણથી કરે છે અને તેનું વર્ણન રાયપણુમાં જણા. વેલા સૂર્યાભદેવના અધિકારના અતિદેશથી જણાવવામાં આવે છે, એટલે સર્વ શ્રાવક-શ્રાવિકા ભગવાન જિનેશ્વર-મહારાજની પૂજા કરતાં નૃત્યનું વિધાન કરે, તેમાં આશ્ચર્ય નથી અને સત્તર તથા એકવીસ પ્રકારની પૂજામાં નાટયને અધિકાર સામાન્ય વિસ્તારથી સ્પષ્ટપણે આપેલ છે.
જેમ આવશ્યક-નિર્યુક્તિ અને તેની વૃત્તિ વિગેરેમાં જગતના સંખ્યાબંધ વ્યવહારો ભગવાન રાષભદેવજી મહારાજના ચરિત્રના અનુકરણથી થયેલા છે, એમ જણાવવામાં આવે છે, તેમ ભગવાન જિનેશ્વર-મહારાજની પૂજાના વિધાનમાં શ્રી પંચાશકાદિ અનેકશાસ્ત્રોમાં દેવેન્દ્રની પૂજાના અનુકરણથી શ્રાવકને પૂજા કરવાનું જણાવવામાં આવે છે અને શ્રી ભગવતીજીમાં ઈન્દ્ર મહારાજના નૃત્યાદિની ભલામણ રાયપણમાં કહેલ સૂર્યાભદેવના નૃત્યાદિની કરવામાં આવે છે. એટલે તે ઈંદ્ર અને સૂર્યાભના નૃત્યના અનુકરણથી શ્રાવક-શ્રાવિકાઓને ભગવાન જિનેશ્વર મહારાજની પૂજામાં નાટકનું કરવું થાય તે સ્વભાવસિદ્ધ છે.
આ. ૬