________________
આગમચેત જણાવ્યું કે “શ્રમણ ભગવાન મહાવીર મહારાજના શરણથી હારે બચાવ થયે છે, અને મહારા તરફથી તને ભય નહિં થાય” એમ કહી શકેન્દ્ર વજી લઈને સૌધર્મ દેવલેક તરફ ચાલ્યું ગયે.
આ બધી ચમરેન્દ્રના ઉપસર્ગની હકીકત એટલા જ માટે કંઈક વિસ્તારથી જણાવવામાં આવી છે કે આવી રીતે શ્રમણ ભગવાન મહાવીર મહારાજના શરણથી નિરાધાર દશામાં અને મરણાંત જેવા ભયમાંથી બચેલે ચમરે શ્રમણ ભગવાન મહાવીર મહારાજની કેવા સત્કારથી અને કેવી અંતઃકરણની ઊમિથી ભક્તિ કરે ? અને નાટક દેખાડે ? તે સમજી શકાય.
પૂર્વે જણાવેલી રીતિએ જ્યારે અમરેન્દ્ર શ્રમણ ભગવાન મહાવીર મહારાજના શરણથી સૌધર્મ ઈંદ્ર અને તેના વજન ભયથી મુક્ત થયે ત્યારે તેના જીવનની આશા ફળી અને શ્રમણ ભગવાન મહાવીર મહારાજની પાસેથી નીકળીને દીનદશાવાળે પિતાના આવાસમાં ગયે અને પોતાની બધી વીતકદશા પિતાના સામાનિકઆદિ દેવેને અને ઈંદ્રાણીઓને જણાવી અને તે સર્વ પરિવારને લઈને ભગવાન મહાવીર મહારાજ જ્યાં સુસમારપુરમાં કાર્યોત્સર્ગ ધ્યાને રહેલા છે ત્યાં આવી અત્યંત ભક્તિથી બત્રીસબદ્ધ નાટક કર્યું. પિતાના બચાવથી ચમરેન્દ્ર શું કર્યું?
પૂર્વે ઈંદ્રાની હકીકતમાં જેમ કાર્તાિકશ્રેષ્ઠિીની હકીક્ત સવિસ્તર જણાવવામાં આવી, તેવી રીતે અહીં સકલ દાનવેદ્રો ભગવાનની પૂજા વખતે બત્રીસબદ્ધ નાટક વિગેરે કરીને નૃત્ય કરે છે, છતાં પૂર્વે જણાવેલી રીતિએ ચમરેદ્રને નિરાધારપણાની વખતે જે ભગવાન મહાવીર મહારાજથી ખરેખર બચાવ થયે તે શ્રમણ ભગવાન મહાવીર મહારાજની આગળ તે ચમરેન્દ્ર કેટલા બધા ભક્તિભાવથી નાટક કર્યું હશે? તે ન સમજી શકાય તેવું નથી,