________________
છે.
પુસ્તક ૧-લું અંતે ચમરેન્દ્રને કેણું શરણુ દેનાર થયું ?
સૌધર્મ દેવકથી ત્રાસ પામીને નાસતા એવા ચમરેન્દ્રની પાછળ ચમરેન્દ્ર કરતાં જબરજસ્ત વેગથી વજી ચાલ્યું જાય છે તે વખતે સૌધર્મઇદ્રની ચમરેન્દ્રનું ભવિષ્ય-ભવ્યતાએ ભાન કરાવ્યું છે કે—
કેઈ કાલે પણ અસુરકુમાર કે અસુરકુમારને ઇંદ્રઆદિ સૌધર્મ દેવલેક સુધી બીજાનું શરણ લીધા વિના આવી શકે નહિં, એ નકકી છે તે પછી આ ચમરેન્દ્ર કોનું શરણું લઈને અહિં સુધી આવવાનું કર્યું છે? કારણ કે અસુરેન્દ્ર અહિંથી ભય પામીને નાઠે છતે શરણના સ્થાને જશે, અને આ મહારૂં મૂકેલું વજ તેને શરણના સ્થાનને પણ છોડશે નહિં, અને તેથી તે શરણ કરવા લાયક સ્થાનની ભયંકર અવજ્ઞા થશે અને તે ભયંકર અવજ્ઞાથી મહારા કલ્યાણનું નિકંદન થઈ જશે. એવો વિચાર કરીને ચમરેન્દ્ર કરેલા શરણને તપાસતાં સૌધર્મઇદ્રને માલુમ પડ્યું કે આ ચમરેન્દ્રરૂપ દાનેવેન્દ્ર ભગવાન મહાવીર મહારાજ કે જે સુસુમારપુર નગરે કાર્યોત્સર્ગમાં બીરાજે છે, તેમનું શરણ લઈને અહિં મહને પરાભવ કરવા આવે છે, અને અમરેન્દ્ર અહિંથી નાસીને ત્યાં જાય છે, તે મારું ફેકેલું વજન પણ તેની પૂંઠે પૂંઠે જશે અને ભગવાન મહાવીર મહારાજની ભયંકર આશાતના કરશે.
આ વિચાર આવવાથી સૌધર્મઇદ્ર એકદમ સૌધર્મદેવકથી વજીની પાછળ નીકળી પડ્યો. તે વખતે માર્ગમાં આગળ આગળ ચમરેન્દ્ર જાય છે. તે ચમરેન્દ્રની પાછળ જ ધમધોકાર આવે છે, અને તે વજાની પાછળ કેન્દ્ર ઝપાટાબંધ આવે છે.
આવી સ્થિતિમાં ભગવાન મહાવીર મહારાજના પગ વચ્ચે અરે! પગને તલીએ અમરેન્દ્ર સંકોચાઈને ઘુસી ગયે. વજી ભગવાન મહાવીર મહારાજથી ચાર અંગુલ છેટું રહ્યું એટલામાં કેન્દ્ર આવીને તે જ એકદમ લઈ લીધું અને અમરેન્દ્રને