________________
પુસ્તક ૧-લું દીપક-પૂજાની સાબિતી
પૂર્વે જણાવ્યા પ્રમાણે દ્રવ્યસ્તવનું સબલપણું પ્રબલ પવિત્રતાના કારણ તરીકે છે, એમ કહી યુક્તિ જણાવી, “બહુખ્યાત અને અવિરુદ્ધ પુરુષાથી આચરેલું છે એમ કહી આચરણ જણાવી, તે છતાં યુક્તિ અને આચરણની તરફ જે કેટલાક ભદ્રિકજ દુર્લક્ષ્ય કરે અને માત્ર શાસ્ત્રમાં કહેલા અક્ષરેને જ વળગે તેવા ભદ્રિકના ઉપકારને માટે આચાર્ય મહારાજ જણાવે છે કે પૂ. આ. શ્રી ઉમાસ્વાતિવાચકજી કે જેઓ વાચક એટલે પૂર્વધામાં અગ્રગણ્ય હતા. તેઓએ પૂજાના અધિકારની અંદર દીવાની પૂજા જણાવેલી છે, એમ કહી “શાસ્ત્રવચનથી પણ આરતિ અને મંગલદીવાની પૂજા ચગ્ય છે” એમ સ્પષ્ટ કર્યું છે.
સામાન્ય રીતે શાસ્ત્રોમાં યુક્તિ અને આચરણથી જે હકીક્ત સાબીત કરવાની હોય છે, તે જગ પર શાસ્ત્રોના પાઠ આપવાની જરૂર નથી હોતી, પરંતુ જે હકીકત શાસ્ત્રથી સાબીત કરવાની હોય છે, તે જગે પર શાસ્ત્રોના પાઠ આપવા તે અનિવાર્ય હોય છે.
છે કે શ્રદ્ધાનુસારી મનુષ્ય ગ્રંથકારના વચન ઉપર ભરોસો રાખવાવાળા હોવાથી ગ્રંથકારે સૂચવેલા શાસ્ત્રના પાઠને માનવામાં આનાકાની કરતું નથી, છતાં સર્વ શ્રેતાઓ તેવા શ્રદ્ધાનુસારી હતા નથી, એટલું જ નહિં, પરંતુ કેટલાક શ્રોતાઓ શાસ્ત્રની હકીકતને અધિકારી પ્રસંગ વગેરેની સાથે મેળવે છે. ત્યારે જ સંતેષ પામે છે, અને કેટલાક માર્ગાભિમુખ શ્રેતાઓ અનેક કુમાળીય-આચાર્યોના શાસ્ત્રોને નામે ભળતી વાતે સાંભળેલી હોવાથી શાસ્ત્રના નામ માત્રથી સાચી માન્યતા ધરાવનાર થઈ શકતા નથી, પરંતુ શાસ્ત્રના પાઠને જેવાથી જ સંતોષ માનનાર હોય છે.
માટે શ્રી દેવેન્દ્રસિરિઝ યુક્તિ, આચરણ અને શાસ્ત્રોક્ત વચનથી દીપક-પૂજાનું યોગ્ય પણું સાબીત કરવા છતાં એટલા માત્રથી