________________
૧૨
આગમત સંતેષ પામતા નથી, પરંતુ તે વાચક-મુખ્યને કહેલો પાઠ પણ સ્પષ્ટપણે આપે છે. એટલું જ નહિ પરંતુ તે પાઠના અવતરણમાં તથા ૪ તદુ એમ કહી પ્રદીપની વિધિની મજબૂતી માટે જોર દેતાં કહે છે કે તેજ વાચક-મુખ્યનું કહેવું વચન કે જેમાં દીપની પૂજા જણાવવામાં આવી છે, “તે વચન તમારી આગળ મૂકું છું.” આમ કહીને નીચે પ્રમાણેને વાચકમુખ્યના ગ્રંથને પાઠ આપે છે.
चैत्यायतनं प्रस्थापनानि कृत्वा च शक्लितः प्रयतः । પૂના પે-માન્યા-ધિવો-ધૂપ-દ્વીપ / ૨ //
આ કલેકમાં વાચકમુખ્ય શ્રી ઉમાસ્વાતિવાચક સ્પષ્ટપણે જણાવે છે કે
શ્રાવકે પિતાની ભવાદિ-શક્તિને અનુસરીને ચેત્યાયતન એટલે ભગવાન જિનેશ્વર મહારાજની પ્રતિમાને સ્થાપવા માટેનું મંદિર કરવું જોઈએ, અને વિધિપૂર્વક મંદિરનું નિષ્પાદન કર્યા પછી વિધિપૂર્વક પ્રતિમાઓ બનાવી તેની પ્રતિષ્ઠા કરાવીને મન-વચન-કાયાથી પ્રયત્નવાળા શ્રાવકે સુગન્ધિચૂર્ણ, પુષ્પ, અધિવાસ, ધૂપ અને દીવા વગેરેએ કરીને તે જિનેશ્વર ભગવાનની પૂજા કરવી જોઈએ.”
આવી રીતના શ્રી ઉમાસ્વાતિવાચકજીના સ્પષ્ટ પાઠને દેખનારે મનુષ્ય કોઈપણ દિવસ પૂજનમાં કુલ કે દીપ વિગેરેની વસ્તુ એના વિધાનમાં શંકાવાળો થશે જ નહિં.
પૂર્વે જણાવેલી વિધિથી જે અભિષેકથી માંડીને આરતી-મંગલ દીવા સુધીનું પૂજન કરવાનું જણાવ્યું, તેમાં ગધ આદિ પૂજાની વખતે નાટયને પ્રસંગ હોતું નથી, પરંતુ આરતિ–દીવાની વખતે તે જરૂર નાટય કરવાને પ્રસંગ હોય છે, માટે શ્રી દેવેન્દ્રસૂરિજી મહારાજ કહે છે કે આરતી અને મંગલદીવાની વખતે • -ક કરવું જોઈએ અને તે માટે તે નાટક કરવાનું વિધાન અને ના દષ્ટાંત નીચે પ્રમાણે છે.