________________
આગમત
- જોકે આ અવસર્પિણીને અંગે અનંતર કે પરંપર ઉપકાર દ્વારા વિશે તીર્થકરે જગ-માત્રના ઉપકારી છે, અને આત્માના અવ્યાબાધ-ગુણાદિકની અપેક્ષાએ ગ્રેવીસે તીર્થકરોમાં કોઈપણ પ્રકારે તારતમ્યતા નથી, તે પણ નજદીકમાં વર્તમાન-શાસનને સ્થાપનાર જિનેશ્વર-ભગવાન મહાવીર-દેવને અનહદ ઉપકાર આ શાસન ઉપર રહેલ છે.
. વાસ્તવિક-રીતિએ તે ભગવાન મહાવીર મહારાજના ત્રિકાલાબાધિત-વાણીના પ્રભાવથી જ જીવાદિક–તના જ્ઞાનની માફક ભગવાન ગષભદેવ આદિક ત્રેવીસ તીર્થંકરના યથાવત્ વૃત્તાંતને ભવ્ય જાણી શકે છે.
- તેથી વર્તમાન–શાસનના અધીશ્વર ભગવાન મહાવીર-અહારાજના કલ્યાણક-દિવસને આરાધવાની દરેક ભવ્ય જીવને જરૂર છે.
સમજવાની જરૂર છે કે ભગવાન મહાવીર-દેવે કરેલું તત્વ નિરૂપણ અને તીર્થકરોનું ઈતિવૃત્ત બીજા દ્વારા કે બીજાના ઉપદેશે જાણેલું ન હતું, પણ તે સ્વયંબુદ્ધ-મહાત્માએ પોતાના જ્ઞાનથી અવલેકીને નિરૂપણ કરેલું હતું.
માટે આચાર્યાદિકની માફક ભગવાન તીર્થકરે કથિતના કથક નથી, પણ સ્વયંભૂ કેવલજ્ઞાનથી જાણેલા તેના પ્રરૂપક છે,
માટે તેઓના અપ્રતિમ-ઉપકારને અને પરાકાષ્ટા-પ્રાપ્ત ગુણેને સંભારીને દરેક-ભઑાએ એમના કલ્યાણક-દિવસે તે એમની આરાધનામાં જરૂર પ્રવૃત્ત થવું જોઈએ.