________________
પુસ્તક ૧-લું
જે મનુષ્યો ભગવાનના કલ્યાણક-મહત્સવના દિવસેએ દ્રવ્યભાવ ભક્તિ વિગેરેથી ભગવાનની આરાધનામાં વિશેષ પ્રવૃત્તિ કરતા નથી અને સાંસારિક જન્મ-વિવાહ આદિ જેવા કૃત્યને આગળ કરી ભગવાનની આરાધનામાં વિરોષ પ્રવૃત્ત થાય છે, તેઓ વસ્તુતઃ ભગવાનની સાચી-આરાધનામાં પ્રવેલા નથી, એમ સમજવા કે કહેવામાં બાધ નથી.
આ કારણથી વર્તમાન-સમયમાં પણ સકલ ભવ્ય-જીએ અન્ય-નિમિતે ભગવાનની આરાધનાની પ્રવૃત્તિ કરવા પહેલાં વિજગતન નાયક ભગવાન તીર્થકરેના ચ્યવનાદિક કલ્યાણક–દિવસમાં દ્રવ્ય ભાવ-ભક્તિ વિગેરેથી આરાધના કરવા તત્પર રહેવું જોઈએ.
કેટલાક વ્યાખ્યાતા અને ઉપદેશક વર્તમાન શાસનના અધિપતિ ભગવાન મહાવીર મહારાજને ચૈત્ર સુદી તેરસને દિવસે જન્મ-કલ્યાણકને દિવસ ઉજવતાં મહાવીર-જયંતિને દિવસ કહી ભગવાનના મહિમા વિગેરેનું સભા સમક્ષ ગાન કરે છે.
તેઓએ ધ્યાન રાખવાની જરૂર છે કે કલ્યાણક સરખા દેવદાનવથી પૂજિત એવા ફક્ત તીર્થકરને લાગતા પવિત્ર-શબ્દોને છોડીને જયંતિ સરખા હરકોઈ દુન્યવી-મનુષ્યને અંગે વપરાતે શબ્દ ગોઠવીને ત્રિલેક-પ્રભુના સન્માનમાં શબ્દથી પણ અવનતિ કરવી ન ઘટે.
પરમ-તારક જિનેશ્વરદેવેના કલ્યાણકેનું આરાધન કરવાવાળા ભવ્ય-આત્માઓએ પિતાના સ્થાને પણ વિશેષથી પૌષધાદિક ધર્મક્રિયા અને રથયાત્રાદિક ભક્તિ કરવામાં આદરપૂર્વક પ્રવૃત્ત થવું જોઈએ, અને તેમ કરવામાં આવે તે જ યથાર્થ રીતે કલ્યાણકની આરાધના કરી ગણી શકાય. આ