SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ આગમત માનેલા હોય છે, અને એવા મહાપુરુષ વર્તમાન–શાસનને પ્રણેતા ભગવાન મહાવીર છે. - સામાન્ય-દષ્ટિએ અનાદિકાલના મહાબળવાન કર્મ–પટલના આવરણથી છ માં ગુણને આવિર્ભાવ નથી હોતે, છતાં પૂર્વભવના પુણ્યના ભેગે જેઓને મનુષ્યત્વારિક-સામગ્રી મળી છે, તેઓને મહાપુરુષોના વચનેનું શ્રવણ મળતાં આત્માના અવ્યાબાધ-ગુણોનું ભાન થવા સાથે તેની પરાકાષ્ઠા-પ્રાપ્તિને પરમ-પુરુષાર્થ તરીકે માનવાનું થાય છે. છતાં તે પરાકાષ્ઠા પામવાનું સામર્થ્ય જેઓ નથી મેળવી શક્યા, તેઓ તે જ્ઞાનાદિકની પરાકાષ્ઠને પામેલા મહાપુરુષોની દ્રવ્ય અને ભાવ ઉભય પ્રકારની ભક્તિરૂપી ગંગા-પ્રવાહથી કર્મ પટલ તણાઈ જવાને લીધે તે સામર્થ્ય મેળવી શકે છે. - ભક્તિને પરમ-પ્રકર્ષ તે મહાપુરુષના અવનદિક કલ્યાણક-દિવસોને ઉદ્દેશીને અ–વિચ્છિન્નપણે વહે એ હકીકત વાચકેના અનુભવથી બહાર નથી. આ કારણથી અસંખ્યાત-કોડાકોડ જોજન દૂર રહેલા અને વિષયમાં અત્યંત–આસક્ત એવા પણ ઇંદ્રાદિક દેવે પણ ભગવાનના ગર્ભ–જન્માદિકને ઉશીને અહીં નંદીશ્વર-દ્વીપે અઠ્ઠાઈ મહેચ્છવ કરવા આવે છે. પૂ. આ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી પંચાશક-શાસ્ત્રની અંદર સ્પષ્ટપણે ફરમાવે છે કે – લેકય-પૂજિત ભગવાન તીર્થકરોના કલ્યાણક-દિનેને ઉદ્દેશીને દરેક ભવ્યેએ દ્રવ્ય-ભાવ ભક્તિ વિગેરેમાં જરૂર પ્રવૃત્તિ કરવી જોઈએ.”
SR No.540016
Book TitleAgam Jyot 1980 Varsh 16
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1981
Total Pages166
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy