________________
આગમત
આવું સમ્યક્ત્વ અંગીકાર કરેલું હોય, પ્રમાદિ પ્રગટ થયા હેય અને મૈત્રી આદિ આચરતા હોય, તે પણ
માર્ગમાં સ્થિરતા જિનેશ્વરના મંદિરાદિ પવિત્ર સ્થાનેની સેવા
શાસ્ત્રકથિત પદાર્થો સમજવાની કુશળતા . સમ્યગદર્શનાદિ મોક્ષમાર્ગ ધારણ કરવાની ભક્તિ અને શાસનની ઉન્નતિ
એ પાંચ વસ્તુઓ જ્યારે જ્યારે પણ કરવામાં આવે ત્યારે ત્યારે તે કરનારના સમ્યગદર્શનને ઝળહળતું બનાવે છે.
આવા આત્મપરિણામવાળા, પ્રશમાદિલિંગવાળા, મત્રી આદિના આચરણવાળા તેમ જ સ્થિરતાદિક પાંચ ભૂષણવાળાઓએ જિનેશ્વરના વચનેમાં અશે પણ શંકા કરવી, અન્ય મતના તત્વે તરફ લેશે પણ ઈચ્છા કરવી,
જિનેશ્વર મહારાજાઓએ દર્શાવેલા મોક્ષમાર્ગના અનુષ્ઠાનેમાં સંદિગ્ધ થવું.
આરંભ–પરિગ્રહમાં આસક્ત પાખંડીઓની પ્રશંસા કરવી અને
તેવા આરંભી પરિગ્રહીના પરિચયમાં રહેવું તે કોઈપણ પ્રકારે યોગ્ય નથી.
માટે સકલ કલ્યાણને કરનારા દર્શન મેહનીય કર્મના ક્ષયેપશમથી પ્રગટ થયેલા આત્મપરિણામરૂપી વિશુદ્ધ સમ્યગ્દર્શનને ધારણ કરનારાઓએ સતત સાવચેતીથી કલ્યાણમાર્ગમાં પ્રવર્તવાની
જરૂર છે.