________________
પુસ્તક ૩–જુ
પરંતુ જેમ ડોકટરે દર્દીને જાણવું જોઈએ, દઈ અને દવાને જાણવી જોઈએ તે જ તે ડોકટર કે વૈદ્ય ગયાય. એ ત્રણ વસ્તુને બરોબર જાણું તેજ વાસ્તવિક વૈદ્ય કે ડેકટર ગણુય.
તેવી રીતે અહીં પણ છે “સંસારના છ રેગી થાય તે વખતે વિદ્ય પાસે જાય” તેમ “મને સંસાર રંગ છે એમ જેને માલુમ પડયું તેવા જાણકાર આચાર્ય પાસેથી ઉપદેશ સાંભળે. દુનિયાના દરદોની પણ બાળ આદિને ઓળખ નથી હોતી કે મને શું દઈ થયું છે? વૈદ્ય કહે કે–અમુક દર્દી. થયું ત્યારે તે જાણે ત્રણ વર્ષના બાળકને “સંગ્રહણી થઈ” એમ વૈદ્ય કહ્યું ત્યારે જાણ્યું. પણ તેને કિંમત નથી તેથી રોગને ભય નથી. તેમ જેઓ જગતની ચાર ગતિની રખડપટ્ટીને સમજે-આત્મ સ્વરૂની રોકાણને સમજે તેને પિતાના દર્દીની કિંમત છે, કારણ કે તે પિતાના દર્દીને અને દઈથી તળાઈ રહેલા ભયને સમજે છે. તેજ ઉપદેશ સંસારરોગથી પીડાતે બાળક સાંભળે–ગને સમજે છતાં તેને કિંમત નથી એટલે રંગને ભય નથી.
જ્યાં સુધી જીવ સમક્તિ નથી તે ત્યાં સુધી તેને ભવનું ભયંકરપણું નથી લાગતું.
હું કેણ? ક્યાંથી આવ્યું? કયાં જવાને છું? કઈ સ્થિતિમાં હતે? કઈ સ્થિતિમા છું? એ વસ્તુને વિચાર આવતું નથી કારણ કે તે સમક્તિ થયો નથી. તેને ભવનું ભયંકર પણું ભાસતું નથી. તેને ભવને વાસ્તવિક વિચાર જ નથી આવતું.
જેઓ આત્મસ્વરૂપને સમજે તેઓ પિતાના દઇને સમજે. એથી જ સુધર્મા સ્વામી આદિ ગણધર દે, આચાર્ય મહારાજે પ્રથમ અંગ– આચારાંગમાં-(પહેલા ઉદેશાના પહેલા જ સૂત્રમાં) કહે છે કે –“તમે અનાદિથી જેલવાસી રહ્યા છે તે હવે તમે મહેલના વાસી થાવ!!!'