________________
આગમત ખ્યાલ હશે કે જેલમાં ચારે બાજુ કિલે, દુનિયાથી વહેવાર નહિ, દષ્ટિ બહાર જાય નહિ. બારી-બાકું કાંઈ નહિ. ચારે બાજુ ફર્યા કરે. પણ દષ્ટિ બહાર જાય નહિ. જેને બહારથી વહેવાર ન હોય તે જેલ, ને બહાર બધે વહેવાર હોય તે મહેલ. મહેલમાં બારી-ઝરૂખા વિ. બધું તેથી દષ્ટિ બહાર જાય.
તેમ આ શરીર જેલ-જેને પિતાના પુદ્ગલના જીવનનેભવિષ્યના જીવનને વિચાર ન હોય માત્ર આ જીવનને વિચાર હેય તેને શરીરરૂપી જેલમાં રહેવાને લીધે દષ્ટિ બહાર જાય નહિ..
જેઓ ભલે આ શરીરરૂપ ઘરમાં રહ્યા છતાં દેવ-ગુરૂ અને ધર્મને યાદ કરે, હું કોણ? ક્યાંથી આવે કયાં જવાનું છે? વિ. વિચાર કરે છે. તેઓ બાહિર દષ્ટિ ફેકનાર હોવાથી મહેલમાં રહેવાવાળા ગણાય.
જેલવાળાને કહે છે કે શરીર બહાર દષ્ટિ કરે એટલે કે હું કોણ? કયાંથી આવે ? એમ વિચારે, પૂર્વભવ અને ભવિષ્યને ભવ યાદ કરે. એ દષ્ટિ ન થાય ત્યાં સુધી આત્મા શરીરરૂપી જેલમાં છે. બહાર દષ્ટિ થાય, ત્યારે મહેલને વાસી થાય. 'ભગવાન આ બધું ઓળખાવે તેથી ઉપકારી. ડોકટર કુમથ્યને કુપચ્ચ જણાવે અને પથ્યને પથ્ય જણવે. તે મુજબ ન કરીએ તે હેરાન આપણે થઈએ. તેમાં હેરાનગતિને કર્તા ડોકટર નથી. તેમ આચાર્યો કહે તેમ ન કરીએ તે હેરાન આપણે જ થઈએ. તે હેરાનીના કર્તા ભગવાને કે આચાર્યો નથી. હેરાન કરનાર તે કુપથ્ય છે. ડોકટરનું વચન પાળતાં ગુલામી નથી. તેમ તેનું કથન પાળતાં ગુલામી નથી કારણ કે તેઓ સજા કરનારા નથી. સજા કરનાર તે કર્મ છે. તેઓ તે સૂર્ય—ચન્દ્રની માફક દેખાડનાર છે. - જૈનેતરએ ઈશ્વરને સજા કરનારા માન્યા. જેનેએ સજા કરનારા નથી માન્યા, ઉપકાર માન્યા છે. અર્થાત જેનેએ ઈશ્વરને બતાવનાર માન્યા અને જેનેતએ બનાવનાર માન્યા. એથી બનેમાં “ત’ અને ‘નને ફેર છે અને તે બહુ મટે છે.