________________
પુસ્તક ૩જુ
વેશન્ટને અમેરીકાને અને મેરી બાલીએ ઓસ્ટ્રેલિયાને સ્વતંત્ર તે કર્યું, પણ તેઓ જાતે તે માટીમાં જ મલી ગયા છે. આ રીતે તે સ્વતંત્રતા લઈને છેડી દેવી પડે તેવી સ્વતંત્રતા આપનારને જૈને પરમેશ્વર તરીકે માનવા તૈયાર નથી ને આઝાદી–આબાદી નિપજાવે અને તે હંમેશાં રહે, સર્વકાળ રહે તેવી આબાદી અને આઝાદી નિપજાવે અને મેળવવાના માર્ગ બતાવે તેને જેને પરમેશ્વર તરીકે માને છે. ઊંચે ચડાય ક્યારે મનુષ્ય પ્રયત્ન કરે ત્યારે. પ્રયત્ન કરે ક્યારે? મેળવવાની ઈચ્છા થાય ત્યારે તે મેળવવાની ઈચ્છા થાય કયારે? તે તે મળશે જ એ નિશ્ચય થાય ત્યારે. તે નિશ્ચય પણ થાય કયારે? તે તેનું યથાસ્થિત જ્ઞાન થાય ત્યારે. જ્યાં સુધી સ્વતંત્રતાનું સ્વરૂપ સમજાય નહિં. સ્વતંત્રતા સારી લાગે નહિં સારી લાગ્યા પછી પણ તેને મેળવવાની ઈચ્છા થાય નહિ, તેનાં સાધને મેળવાય નહિ, ત્યાં સુધી તે સ્વતંત્રતાની વાતે નાને કરો ચાંદ પકડવાની વાત કરે, તેના જેવી ગણાય. નાને છેક પાણીમાં ચાંદ જોઈને તેને પકડવા જાય તે તેથી તેની સિદ્ધિ થતી નથી તેમ આપણે આપણાં આત્માનું સ્વરૂપ જાણીયે નહિ, તેનાં સાધને જાણીયે નહિ, તેમાં પ્રવૃત્તિ કરીએ નહિ તે પ્રવૃત્તિને આગળ વધારીએ નહિં તે સ્વતંત્રતા કઈ રીતિએ મેળવીએ?
આવી સ્વતંત્રતા અને તેને મેળવવાના આવા માગે મેળવી આપનારને જ જેને પરમેશ્વર માને છે. આત્માના સ્વરૂપનું જ્ઞાન કરાવે છે. આત્માના સાધક કેણ છે? બાધક કોણ છે? તે સમજાવે, આત્મા ઘરમાં કેવી રીતે રમે છે? તેમાંથી સ્વતંત્ર કેવી રીતે થાય? ગુલામીની જંજીર કેવી રીતે તેડે? આમા સ્વતંત્ર થાય ત્યારે કેવી સ્થિતિમાં હોય? તે વિગેરે જેનાથી સમજાય, તેનું નામ જિનેશ્વરે જણાવેલ નવતત્વ. આત્માના સ્વરૂપને બાધક થનારા જે સાધને, તેનું નામ જ આશ્રય. આ આશ્રવ એટલે આત્માને સ્વતંત્રતા મેળવવા માટે તૈયાર થતું અટકાવવા માટેના કર્મો આવવાનાં ખુલ્લાં દ્વાર તેને કવાં તેનું નામ સંવર કમેને નાશ કરે તે નિર્જર, કમેને