________________
આગમત .
બાળી નાંખવા તેનું નામ જ મેક્ષ, દુનિયામાં પણ શત્રુને ભય કયાં સુધી તે તે હયાત હોય ત્યાં સુધી મરી ગયેલ શત્રને ભય કેઈ દહાડો ન હોય તેથી આ કર્મ માટે શબ્દ કયે વાપર્યો ? તે કે બળવાને, શુકલધ્યાનને અગ્નિની અને કર્મોને લાકડાની ઉપમા આપી તે બાળી નાંખવા માટે જ આમ કમેને બાળવા શા માટે? તે ફરી તેને ભય રહે નહિ તે માટે. કર્મો સર્વથા બળી જાય ત્યારે આત્માનું સ્વરૂપે પ્રગટ થાય. આ સુખ ભાવી અનંત હેવાથી તે જ આત્માની સાદિ અનંત સ્થિતિવાળી આબાદી અને આઝાદી પુદ્ગલની પરાધીનતાથી અને કર્મોની ગુલામીમાંથી સદાને માટે છૂટયા તેનું નામ જ આઝાદી.
આત્માની આડખીલી અને આધીનતા વગરની દશા કઈ? જેમાં કર્મની આડખીલી અને પુદ્ગલની પરાધીનતા ન હોય તે દશા કઈ? તે કેવળ મોક્ષ જ.
પાશ્ચાત્યની ફેશનમાં અંજાઈ ગયેલા અજ્ઞાનીઓ પાશ્ચાત્યને સારા ગણે, તેની માફક આપણામાં એવા ઘણું છે. કેવા છે? તે, મોક્ષમાં શું? આવા મેક્ષમાં શું ખાવાનું ? શું પીવાનું? શું પહેરવાનું ? શું ઓઢવાનું? શું રહેવાનું? તે કે કાંઈ નથી તે પછી તેવા મેક્ષને શું કરે? આવું બોલનારા ઘણા છે. તે તે કેવા ગણાય? તે પુદ્ગલની પશ્ચિમ-ફેશનમાં ફસાયેલા હોવાથી જ તેમને કેવળ ખાવું, પીવું, પહેરવું, એવું ગમે છે. પણ તે સ્થિતિમાં જોગવવા પડતાં જન્મ-મરણ જરા, રેગ, શેક વિગેરેમાં આકરાં દુખે વગરનું સ્થાન જે મેક્ષ તે ગમતું નથી.
જેમ નાનાં બચ્ચાં ખાવામાં જ સમજે, પણ બીજામાં ન સમજે તેમ અજ્ઞાની– વિષયની સંજ્ઞામાં લીન થયા, આથી જ્યારે મોક્ષની વાત થાય, ત્યારે પણ વિષયની દષ્ટિ તે હાજર જ! કેમ? તે કે મેક્ષમાં તે કાયમ ગંધાઈ રહેવાનું ને? ત્યાં લહેર ઉડાવવાનું કાંઈ છે? પણ સમજે કે જ્યાં સ્થિર રહેવાનું હોય, ત્યાં ગંધાઈ