________________
આગમત
જ્યાં જ્યાં પાંચ શરીર-કોમાંથી કોઈ પણ સ્કવે છે, ત્યાં ધર્મઅધર્મ–આકાશ પુદ્ગલ અને જીવના પ્રદેશ રહેલા હોવાથી શરીર કંધની અવગાહને સાથે ધર્મ–આકાશ-પુદ્ગલ અને જીવન પ્રદેશ સમુદાયની અવગાહના પણ જીવને અંગે આવી જાય છે. પ્રત્યેક આકાશ-પ્રદેશમાં એ પ્રમાણે સિદ્ધ છે, જીવના પ્રદેશની ભજના છે, કારણ કે જ્યાં એક જીવની અવગાહના છે અને આકાશ પ્રદેશને વઈ તે પણ જીવની અવગાહના છે. માટે એ પ્રમાણે જીવ ધમસ્તિકાયાદિ સમૂહને વ્યાપીને રહે છે. भाष्यम्-धर्माधर्माकाश-जीवानां परस्यरेण पुद्गले षुच वृत्तिन विरुध्यते, अम्तत्वात्
ભાષ્યાર્થ-શંકા-ધર્માધમકાશાસ્તિકાય અને જીવાસ્તિકાયનું જુદા જુદા દ્રવ્ય છતાં એક જ સ્થાનમાં તેમજ પુદ્ગલમાં રહેવાપણું શી રીતે થઈ શકે?
ઉત્તર–એ ધર્માદિ ચારે દ્રવ્ય અમૂર્ત—અરૂપી હોવાથી પરસ્પર સાથે રહેવામાં તેમજ પુદ્ગલમાં પ્રવેશ કરીને રહેવામાં -લગીર પણ વિરોધ નથી.
ટીકાઈ-ધર્માદિ દ્રવ્યનું અમૂર્ત પણું હોવાથી પરસ્પર પ્રવેશ કરીને રહેવામાં બાધકપણું નથી. તેમજ પુદ્ગલમાં પ્રવેશ કરીને રહેવામાં બાધકપણું નથી. એ પ્રમાણે પરસ્પર પ્રવેશ હેવાથી જીવ-પુદ્ગલેની ગતિ-સ્થિતિની અને અવગાહની સિદ્ધિ થાય છે. તેમજ આત્મા અને કર્મને ક્ષીર–નીરની માફક વ્યાપક સંબંધ થાય છે,
કારણ કે જ્યાં જીવ અને પુદ્ગલ છે, ત્યાં ધર્માસ્તિકાયાદિ ન માનીએ તે તે સ્થાને અમુક વખત સુધી અવસ્થિત રહેવામાં જે અધમસ્તિકાયને સહાયક ગણાવે છે, તે કેમ બનશે? જીવ અને પુદ્ગલેને પણ પરસ્પર પ્રવેશ ન માનીએ તે જીવ જ્યાં અવગાહીને રહે છે, ત્યાં જ અવગાહીને રહેલા કામણવર્ગણા
પુદ્ગલેને ગ્રહણ કરવાનું સિદ્ધાંતમાં યુક્તિ સંગત પ્રતિપાદન છે તે કેમ ઘટી શકે?