________________
આગમકા સરખે આત્માને શાહે જણ તે અપ્લાયને જેમ સંકોચ-વિકાસ રૂપ કાંઈ ફળ કેuતું નથી તે પ્રમાણે આત્મામાં પણ કાંઈ ફળ દેખાવું જોઈએ.
આ પ્રમાણે કથન કરનારાઓનું મંતવ્ય પણ પૂર્વના કથનથી અસિદ્ધ થાય છે, કારણ કે આકાશ એકાંતે નિત્ય નથી, તેમ તેમાં અવગાહીને રહેલ ચામડું એકાંતે અનિત્ય નથી, કારણ કે જાગવત સર્વે દ્રવ્ય ઉત્પાદ-વ્યય અને ધ્રૌવ્ય એ ત્રણે અવસ્થા & ચુત ડાય છે તે પ્રથમ કહ્યું છે અને આગળ પણ કહેવાશે. છો આત્માને એકસે નિત્ય અથવા એકાંતે અનિત્ય માનીએ તે આભને કર્મના ફળને સંબંધ રહેતા નથી અને આત્મા કર્મના ફળને અનુભવ કરે છે અને પ્રતિપ્રાણ પ્રસિદ્ધ વિચિત્રતાથી પ્રત્યક્ષ છે, માટે દ્રવ્ય-પર્યાયની અપેક્ષાએ આત્માનું નિત્ય નિત્યપણું છે.
હવે દીપકને સંકેચ વિકાસ કેવી રીતે થાય છે. તે જણાવવા માટે ભાગ્યકાર મહર્ષિ ફરમાવે છે કે –
भाष्यम्- तद्यथा तैल-वर्ति-अमिउपादानप्रवृद्धः प्रदीपो महतीमपि कूटागारशालां प्रकाशयति, अण्वीममि, माणिकाकृतो. माणिकां, द्रोणावृतो द्रोणं, आढकावृत्तश्चाडकं, प्रस्थामृतः प्रस्थं, पाण्वावृतः पाणिमिति ॥
ભાષ્યાર્થ– તેલ, ઘાટ, અગ્નિ એ ઉપાદાને કારણેથી વૃદ્ધિ પામેલે દીપક મટી પણ શિખરના આકારયુક્ત શાળાને પ્રકાશે છે. નાનીને પણ પ્રકાશે છે, મોટી કોઠીથી ઢંકાયે હોય તે મોટી કોઠીને, દ્રોણ -પ્રમાણ ભાજનથી ઢંકાયે હેય તે તેને, આદ્રક-પ્રમાણુ ભાજનથી ઢંકાયેલું હોય તે તેને પ્રસ્થ–પ્રમાણ પાત્રથી ઢંકાયેલું હોય તે તેને અને એના પ્રમાણ ભાજનથી કંકાયેલું હોય છે તેને પ્રકાશે છે.