________________
આગમત કાઢી નાખવામાં આવે છે, તે જગ્યા પુનઃ લેહી–માંસથી પાંચ પંદર દિવસે ભરાઈ જતી જોવાય છે. તેમાં આજની વૈજ્ઞાનિક શોધ પ્રાણવાયુનું કારણ માને છે. એટલે કે ભલે તે બગડેલે ભાગ તે સ્થાનેથી કાઢી નાખે પરંતુ તે સ્થાને પ્રાણવાયુ રહેલે હેવાથી તે જગ્યા પુનઃ લેહીમાંસ વડે ભરાઈ જાય છે, કારણ કે તે પ્રાણવાયુ ન માનીએ તે કાપેલા ભાગે માંસ ભરાય છે, તે પ્રમાણે શરીરના બીજા ભાગ ઉપર ટેકરાની માફક લેહી-માંસ પણ વધવું જોઈએ. એ પ્રમાણે અન્ય ભાગમાં વધતું જોવામાં આવતું નથી, એથી સિદ્ધ થાય છે કે પ્રાણવાયુ ઓપરેશન કરેલ સ્થાને છે અને બીજા શરીર ઉપરના ભાગમાં નથી. જૈન દષ્ટિ પ્રાણવાયુને કામણુ શરીર માને છે. भाष्यम्-जीवस्य हि प्रदेशानां सहार-विसर्गाविष्टौ प्रदीपस्येव ।
ભાષ્યાર્થ–દીપકના કિરણોની માફક જીવના પ્રદેશને સંહાર-વિસર્ગ ઈષ્ટ છે.
–વસ્ત્રની પિડિત (ઘડી વાળેલી) અવસ્થા અને વિતત (પહેળી) અવસ્થાની માફક અથવા દીપકના પ્રદેશના સંકોચ-વિકાસની માફક અથવા તે ચામડાના (હવાથી ભરેલા અને હવા વિનાના) દડાની માફક જીવન પ્રદેશને સંકોચ-- વિકાસ સમજ.
એટલે એકનું એક વસ્ત્ર ઘડી વાળેલું હોય તે ઓછી જગ્યા રેકે છે અને એમને એમ છૂટું હોય તે વધારે અવગાહ રેકે છે, અથવા દીપકને પ્રકાશ નાના ઓરડામાં હોય તે નાના ઓરડામાં અજવાળું આપે છે અને મોટે ઓરડો હોય તે મટા ઓરડામાં વિસ્તારને પામે છે, અથવા તે ચામડાને દડો હવાથી ભરેલ હોય તે ઘણું આકાશ-પ્રદેશને અવગાહે છે. અને હવા વિનાને દબાવેલ હોય તે ઓછા અવગાહને રેકે છે.