________________
પુસ્તર રજુ સૂક્ષ્મ અવય કરીએ તે પણ ઘણા છે. કાંઈ ભાડાના અવયથી ઓછા નથી તે પણ અલ્પ આકાશમાં રહે છે, માટે તે કઈ સૂક્ષ્મ પરિણામ વિશેષ પુદ્ગલેમાં ઉત્પન્ન થાય છે કે જેથી અનંત પરમાણુઓ પણ સ્કંધપણે પરિણમ્યા છતાં એક આકાશ પ્રદેશ ઉપર રહી શકે છે.
બીજું દષ્ટાંત આપી તે વસ્તુ સમજાવે છે. અતિશય ઘન એ જે લેઢાને ગેળે જેમાં લગીરપણુ અંતર દશ્યમાન થતું નથી, તેવા ગોળામાં ધમણના પવનથી પ્રેરાયેલા એવા અંગ્નિના અવયવે ચારે બાજુથી દાખલ થાય છે, જે અગ્નિથી વ્યાપ્ત એવા લેઢાના ગળામાં લગીર પણ છિદ્રો નથી. તેને બુઝાવવા માટે જ્યારે તેના પર પાણી નંખાય છે, ત્યારે છિદ્ર નડુિં છતાં નિવ્યઘાતપણે પાણીને તેમાં પ્રવેશ થાય છે માટે આબાળ ગોપાળ પ્રસિદ્ધ એવું આકાશનું દુર્ભરપણું (ગમે તેટલું નાખે તે પણ જે કઈ વખતે ભરાય નહીં) જાણને એક આકાશપ્રદેશમાં અસંખ્ય કે સંખ્ય પ્રદેશી વગેરે સકના અવગાહ સંબધી લગીર પણ મુંઝાશે નહિ.
પુનઃ આ વાતને દષ્ટાંતથી વિશેષ સિદ્ધ કરે છે. રેતીથી સંપૂર્ણ ભરેલા પ્યાલામાં તેટલું જ પ્યાલા પ્રમાણુ પાણીને સમાવેશ થતું જાય છે. કદાચ કહે કે રેતીથી પ્યાલે ભલે હતે. છતાં પિલાણ હતું જેથી પાણીનો સમાવેશ થયે. તે બીજું દષ્ટાંત આપે છે. એક દીપકની પ્રજાના સમૂહથી પ્રકાશિત થયેલ ઓરડામાં હજારે દીવાની પ્રજાના સમૂહાકારે પરિણામ પામેલા પુદ્ગલેને પ્રવેશ પ્રત્યક્ષ પ્રમાણસિદ્ધ છે. તે પ્રમાણે એક આકાશ-પ્રદેશમાં ઘન (સંઘાત) પરિણામ વિશેષના સ્વીકારથી એટલે કે સંઘાત–પરિણામથી અનંત–પરમાણુના બનેલા અનંત સ્કંધે રહી શકે છે, તેમાં જરા પણ શંકાનું સ્થાન નથી.