________________
૧૪.
આગમત
આ પક્ષમાં અ–પ્રદેશને અર્થ દ્રવ્ય અને ક્ષેત્ર રૂપ વિશિષ્ટ પ્રદેશને વ્યિવચ્છેદ થવામાં સમજાવે અર્થાત્ પરમાણુ કાળથી તેમજ ભાવથી સપ્રદેશ છે. પરંતુ દ્રવ્ય અને ક્ષેત્રથી અપ્રદેશી છે. એટલે આદિ મધ્ય અને અન્ય પ્રદેશ વડે અપ્રદેશી છે અને રૂપાદિ પર્યાયે વડે સપ્રદેશી છે.
શંકા–જે દ્રવ્યમાં આદિ મધ્ય અને અન્ય વિભાગ ન હોય તે સત્વ (વસ્તુત્વ) શી રીતે સંભવી શકે? તે તેને સમાધાનમાં જણાવે છે જે વસ્તુની સત્તામાં આદિ મધ્ય અને અન્ય વિભાગે પ્રદેશે. કારણ નથી.
કારણ કે આદિ મધ્ય અને અંત્ય વિભાગ વિના પણ તમે વિજ્ઞાનક્ષણને વિચાર કરે જ છે.
શક–જ્યારે પરમાણુ એ દ્રવ્ય છે તે પટાદિ દ્રવ્યની માફક અથવા દ્વિપ્રદેશી અનંત પ્રદેશી સ્કની માફક આકાશમાં તે પરમાણુને પ્રવેશ થ ન જોઈએ અને જે પ્રવેશ સ્વીકારીએ તે અમુક અવયવ (વિભાગ) ને આકાશમાં પ્રવેશ પ્રથમ થયે. અને અમુક વિભાગમાં પછી થયે. એમ કહેવાથી પ્રદેશનું સાવયવપણું સિદ્ધ થશે? એમ જે કહેતા હો તે ઉત્તરમાં જણાવે છે.
- જે પૂર્વોક્તરીતિએ પરમાણુમાં અવિભાગપણું સિદ્ધ હોવાથી આકાશમાં પરમાણુની અનુપ્રવેશ સંબધી માન્યતા પણ દૂર થાય છે, કારણ કે જેટલું પરમાણુનું ક્ષેત્ર છે તેટલું જ આકાશ પ્રદેશનું પરિમાણુ છે જે બંનેના ક્ષેત્રનું વિષમ અથવા આદિમધ્યાન્ત-વિભાગવાળું પરિમાણ હોય તે અનુક્રમે જ થાય એ બરાબર છે, પરંતુ પરમાણુ અવિભાગ હેવાથી અનુપ્રવેશે પરમાણુનું રહેવાપણું કહેવું તે અગ્ય છે.