________________
૧૩
પુસ્તક રજુ સૂક્ષ્મ નિરવયવ માને છે. તેમાં મધ્ય અને વિભાગ છે કે નહિ. જે નથી તે તમારા કહેવા પ્રમાણે તે વિજ્ઞાનક્ષણ નામની વસ્તુ નથી. જે મધ્ય અને વિભાગ છે, તે સાવયવ હોવાથી ક્ષણ નહિ કહેવાય.
માટે તમારી માન્યતાથી જ તમારે શિરે વિરોધ દોષ આવતું હોવાથી તે કલ્પના કરવી અયુક્ત છે. પરમાણુને સાત આકાશ પ્રદેશની અથવા દશ દિશાની સ્પર્શના છે. એમ માની તેમાં વિભાગની કલ્પના કરનારાઓની માન્યતા પણ ઉપરના જવાબથી દૂર થાય છે.
પાછળના એટલે મધ્ય અને વિભાગ હોય તેમાં ઘટની માફક અણુત્વ નથી, તે પ્રગમાં હેત્વસિદ્ધપણું દૂર કરવા માટે ભાષ્યકાર મહારાજા જણાવે છે. " भाष्यन्-अनादिरमध्योऽप्रदेशो हि परमाणुः ॥
ભાષાર્થ–પરમાણુ અનાદિ (આદિ વિનાને) અમધ્ય (મધ્ય વિનાનો) અને અપ્રદેશી (પ્રદેશ વિનાને) છે.
. ટીકાર્ય–આદિ, મધ્ય, અન્ય પ્રદેશ વડે ન્યૂન (રહિત) હોય તે પરમાણુ કહેવાય.
શકા–ભાષ્યમાં આદિ મધ્ય શબ્દ છે. પણ અનન્ય શબ્દ નથી તે તે કયાંથી લાવ્યા ? તે કહે છે કે
પ્રદેશના ગ્રહણથી અન્યનું ગ્રહણ થાય છે. કારણ કે વિભાગ કરતાં કરતાં છેલ્લે જે નિરવયવ વિભાગ તે પ્રદેશ કહેવાય. અથવા આદિ અને મધ્યના ગ્રહણથી ઉપલક્ષણથી જ અન્યનું ગ્રહણ થાય છે, કારણ કે આદિ અને મધ્ય હોય ત્યાં અન્ય હોય જ છે.
*
*