________________
આગમન સંયમને માટે અને પૂર્વકાળના કરેલા કર્મના ક્ષયરૂપ નિજેરાને માટે તે સાંપરાયિકપણાવાળી વન્દન-પ્રતિક્રમણદિકની પણ ક્રિયા શાસ્ત્રદષ્ટિએ કર્તવ્ય છે, એમ માનવા સાથે શાસ્ત્રાનુસારીઓને કર્તવ્ય છે, તે એટલેથી સ્પષ્ટ થયું કે અધિક વિરાધના વર્જવા માટે અનન્ય ઉપાયરૂપ સ્વલ્પ-વિરાધનાવાળી ક્રિયા પણ કરવામાં આવે તે તે પણ કરનારે અધમ નહિ, પણ ધર્મિષ્ટ ગણાય.
જે એમ ન માનીએ તે ધર્મદેશના–વન્દન-પ્રતિક્રમણ વિગેરે ક્રિયાઓ કરનારા સાધુઓ વધારે સાંપરાયિક-ક્રિયામાં સંડેવાય અને તેથી આવું માનનારાઓ અધમ તે શું? પણ અધમીઓની ટોચે પહોંચેલા ગણાય. એટલું જ નહિ, પરંતુ વિહાર અને વન્દન વિગેરે ક્રિયાઓ અધિક વિરાધનાને વજેવારૂપ અને સંયમને પાલનરૂપ જે ધર્મ તેને માટે થતી હોવાથી તે વિરાધના ધર્મને માટે જીવહિંસાવાળી ગણાય અને જિનેશ્વરમહારાજના આગમને તાવિક રીતિએ નહિ સમજનારા મનુષ્ય તે તેવી રીતના તે વિહાર અને વન્દનાદિકને કરવાવાળા ધર્મિષ્ટ જીવોને ધર્મિષ્ટ તે ન માને, પરંતુ દક્ષિણદિશામાં નારકી થવા લાયક એ જ છે એમ માને, પરન્તુ શાસ્ત્રકારની આજ્ઞા અને જિનશાસનને માર્ગ સમજનારા લોકે તે તે વિહાર-મર્યાદા અને પડિલેહણ આદિ સામાચારીને આચરનારાઓને આસનમોક્ષગામી અને ધર્મિષ્ટ માને.