________________
પુસ્તક રજુ
ખરી રીતે તે ભગવાન જિનેશ્વરમહારાજને માર્ગ સ્વાદવાદરૂપ છે, પરંતુ એકાન્તરૂપ નથી, અને તેથી અધિકચ્છની વિરાધના અને અધિક સંયમ-વિરાધના વર્જવા માટે અલ્પજીની વિરાધના અને અલ્પ સંયમની વિરાધનાને અપરિહાર્ય તરીકે જણાવે છે. એટલું જ નહિ, પરંતુ તેના પ્રસંગને આચાર તરીકે જણાવે છે, અને તેમાં આશ્ચર્ય નથી. શું કુતર્કવાદીઓ એમ કહી શકે તેમ છે કે ભગવાન જિનેશ્વર મહારાજાઓએ સાધુઓને માસકમ્પાદિમર્યાદાઓ વિહાર કરવાની આજ્ઞા કરી નથી અથવા નદી-નાળાં આદિ ઉતરવાનું જણાવ્યું નથી. શાસ્ત્રોમાં અનેક સ્થાને સાધુમહાત્માઓને વિહાર કરવાની આજ્ઞા સ્પષ્ટ શબ્દોમાં ફરમાવી છે અને નદીનાળાં વિગેરે ઉતરવાની આજ્ઞા તથાવિધિ પણ જણાવેલી જ છે. એટલે શાસ્ત્રને અનુસારનારાઓને તે એમ માન્યા સિવાય છુટકે નથી કે બહુ વિરાધના વર્જવા માટે અ૫વિરાધનાના સંભવવાળે કે અલ્પ વિરાધનાને નિશ્ચયવાળે માર્ગ પણ આચરે તે ભગવાન્ જિનેશ્વરમહારાજાની આજ્ઞારૂપ છે, એટલું જ નહિ, પરંતુ તે સંયમના અથએને અવશ્ય કર્તાવ્યરૂપ છે.
જીવના બચાવ સારૂ કિયા બીજી બાજુ છદ્મસ્થની કોઈપણ ક્રિયા અધિકરણ અને પ્રઢષ વગરની હોય એમ બનતું નથી અને શાસ્ત્રકારોએ માન્યું પણ નથી. એટલે છઘસ્થ એ કરાતી ધર્મ દેશના, પડિલેહણ, પડિક્કમણું, ગુરૂવંદન વિગેરે ધર્મક્રિયાઓ પણ સાંપરાયિક કર્મ–બંધનની ક્રિયારૂપ છે. તે શું કઈપણ જૈનધમી મનુષ્ય તે ક્રિયાનું સાંપરાવિકપણું એટલે સંસારમાં રખડાવનાર કમેના બંધ કરાવનારી ક્રિયા આદિપણને લીધે તે પડિલેહણ-પ્રતિક્રમણાદિ ક્રિયાઓ અકર્તવ્ય છે, એમ માનવા અગર અકર્તવ્ય માનીને તેને પરિહાર કરવા તૈયાર થશે ખરો?
કદાચ કહેવામાં આવે કે અધિક વિરાધનાથી બચવારૂપ