________________
આગમત વિહારની વિરાધનાને નામે-તે નદી-નાળાં ઉતરવાને નામે હિંસાને હાઉ આગળ કરીને મહાવ્રતધારીઓને સ્થિર થવું એટલે એકજ ગામમાં રહેવાવાળા થવું તે નથી તે શાસ્ત્રકારોએ ફરમાવ્યું અને નથી તે કલ્યાણકારક તરીકે ગણવામાં આવ્યું. શું આ કુતકવાદીએ એ મુનિઓના વિહાર રૂપ ગમનાગમનને એકન્દ્રિયાદિ જીની વિરાધનાની સંભાવનાએ રહિતપણે થાય એમ માને છે? અથવા શું નદી નાળામાં ઉતરતા સાધુઓના શરીરે પાણીદિકના જીની વિરાધના નથી થતી એમ માને છે? અને જો તે કુતર્કવાદીએ વિહારમાં અને નદી નાળાં ઉતરવામાં એકન્દ્રિયાદિ જીની વિરાધનાને પ્રસંગ અને નિશ્ચય માને છે તે પછી તે વિરાધના કરવાને તૈયાર કેમ થાય છે અને તેમાં શાસ્ત્રજ્ઞા કેમ માને છે?
કદાચ કહેવામાં આવે કે જે વિહાર કરવામાં ન આવે તે નિત્યવાસ થવાથી અનેક પ્રકારની વિરાધનાઓ થાય અને સંજમને બાધા પહોંચે માટે તે સંયમની બાધા કરવાવાળી વિરાધનાને વજવા માટે વિહારની સંભવિત વિરાધના અને નદીનાળાની નિશ્ચિત વિરાધના કરવાનું સાધુઓને પણ ફરજીયાત થાય છે, તે પછી સ્પષ્ટપણે તેઓએ કબુલ કરવું જોઈએ કે અધિકવિરાધનાને
જવા માટે અપવિરાધનાને પ્રસંગ અગર અલપવિરાધનાની કર્તવ્યતા સાધુઓને પણ છે, અને ભગવાન જિનેશ્વર દેએ પણ તેને આચાર તરીકે ગણવેલી છે.
આ વાત વિચારનારે મનુષ્ય સ્પષ્ટપણે સમજી શકશે કે અજ્ઞાની- ને ભરમાવવા માટે માર્ગથી પતિત થયેલા લેકે જે એમ બેલે છે કે “હિંસાના પ્રસંગમાં અને હિંસાના કર્તવ્યમાં ભગવાન જિનેશ્વરમહારાજની આજ્ઞા હોય નહિ અગર સાધુઓને આચાર રહે નહિ.” એ કેવલ તે માર્ગશ્વને બકવાદ છે