________________
આગમત
સિવાય સ્થાવર-જીના વર્ષની નિવૃત્તિથી દેશવિરતિ કે વિરતિ થાય. વળી મનુષ્ય માંસનું કુલ-રિવાજથી ભક્ષણ કરતા હોય તેઓ માંસની નિવૃત્તિ કરે અર્થાત્ અન્ન-વનસ્પતિ આદિના ભક્ષણ કરનારા થાય ત્યારે પણ તેને શાસ્ત્રકારો ભાગ્યશાળી ગણે છે અને ધર્મિષ્ઠો પણ તેને ભાગ્યશાળી ગણે છે. એવો કોઈ પણ જૈન મનુષ્ય નહિ હોય કે જે મનુષ્ય માંસભક્ષણની નિવૃત્તિ કરનાર બનીને અનાજ ખાનારે બન્યું હોય તો તેવા મનુષ્યને ઉત્તમ ગણ્યા સિવાય રહી શકે.
આ બધી હકીક્ત વિચારનાર મનુષ્ય સ્પષ્ટપણે સમજી શકશે કે ત્રસ-જીને નાશ બચાવવા માટે કે રક્ષણ કરવા માટે સ્થાવર જીવેની વિરાધના પણ થાય છે તે અધર્મનું કારણ છે કે દુર્ગતિનું કારણ છે એમ કહી શકાય નહિ. સ્વાભાવિક–રીતિએ
જ્યારે જીવન-નિર્વાહમાં સ્થાવરોના ભેગે પણ ત્રસને કરવામાં આવતે બચાવ દુર્ગતિને નિવારવાવાળે અને સદ્ગતિને આપનારે થાય તે પછી જેમાં ભક્ષણ આદિ કઈ પણ પ્રકારને સ્વાર્થ નથી તેવા રસના બચાવ માટે પ્રયત્ન કરતાં થતી સ્થાવરની વિરાધનાને સદ્ગતિનું કારણ ન કહેતાં દુર્ગતિનું કારણું કહેનારો મનુષ્ય જૈનનામને તે શું? પરંતુ આર્યનામને પણ ધારણ કરી શકે નહિ?
પરન્તુ જૈનશાસ્ત્ર તે શું? પણ અન્ય કોઈ પણ દર્શનકારના શાસ્ત્રોએ વનસ્પતિઆહારી કરતાં માંસાહારીને ઉત્તમ માન્યા નથી, અને હોય પણ નહિ. એટલે વનસ્પતિ–આહારી કરતાં માંસાહારીને અલ્પ જીવ-વિરાધનાને નામે તાત્પર્યથી ઉત્તમ માનનાર વ્યક્તિ આર્યભૂમિ ઉપર પણ રહેવાને લાયક નથી. બહુ વિરાધના વર્જવા અ૫ની કર્તવ્યતા ખુદ સાધુઆચારની અપેક્ષાએ પણ વિચારીએ તે પ્રાણાતિપાતની સર્વથા વિરતિરૂપ દયાના પાલનને માટે ગ્રામનુગ્રામ વિહાર કરવાનું થાય છે અને તે શાસ્ત્રકારોએ પણ ૩વપસંજ્ઞાનિ માત્ર નહિ કહેતાં વનિતા વિદરામ એમ કહીને