________________
પુસ્તક ૧૯
૪૭
શ્રાવિકાએ ખુદ ભગવાનને ઉદ્દેશીને જ પાક તૈયાર કર્યાં હતા. છતાં તેથી રવતી શ્રાવિકાને અલ્પ પણ ભવાંતરમાં વેઢવા લાયક પાપના થયેા હતા કે થાય એમ શાસ્ત્રના વચનેાથી જણાતું નથી. એટલું જ નહિ, પરંતુ જે શુદ્ધતમ પરિણતિને અંગે તીર્થંકર ગાત્ર અધાય છે, તેવું તીથ કર ગેાત્ર તે રેવતી શ્રાવિકાએ તા માંધેલું છે.
આ વસ્તુ વિચારતાં સ્પષ્ટ કહેવુ. જોઈશે કે અનેષણીય કે અપ્રાસુક એવું દાન દેવામાં જે અલ્પ પાપ છે, તે સચમની શુદ્દતાની નિરપેક્ષતાને લીધે છે. એટલા જ માટે ભગવાન જિનેશ્વર-મહારાજની પૂજાના ઉપદેશ દરેક શાસ્ત્રકારો આપે છે અને અશુદ્ધ દાન દેવાના ઉપદેશ વ્યવહારથી પશુ સયમની નિરપેક્ષતાવાળા હાવાથી અપાતા નથી.
તે માટે વ્યવહારથી પણુ અશુદ્ધ અને અપ્રાસુક દાનમાં ભવાંતરે વેઠવા લાયક એવા અલ્પ પાપના બંધ માનીએ, તેપણુ ભગવાન જિનેશ્વર-મહારાજની પૂજામાં તેવા અલ્પ પણુ પાપના અધ સમ્યગ્દષ્ટિ સુજ્ઞ મનુષ્ય કદાપિ માની શકે નહિ.
'
આ સ્થાને કદાચ એમ કહેવામાં આવે કે પૂ આ શ્રી હરિભદ્રસૂરિજીએ અષ્ટક નામના પ્રકરણની અંદર દ્રવ્ય-પૂજાને જણાવતાં સ્પષ્ટપણે જણાવ્યુ. સીને ત્રા સ્વÒળ અર્થાત્ ભગવાન જિનેશ્વર-મહારાજની અષ્ટપુષ્પીરૂપી દ્રવ્ય-પૂજા સ્વરૂપ-હિંસાએ કરીને મિશ્રિત થયેલી છે, એમ મૂલમાં જણાવાયેલું છે અને ટીકાકાર મહારાજ શ્રી જિનેશ્વરસૂરિજી તથા તે ટીકાને શોધનાર પૂ. આ. શ્રી અભયદેવસૂરિજી મહારાજ તે પુષ્પ પૂજા વિગેરે દ્રવ્યસ્તવના વખતમાં સ્વરૂપથી હિંસા જ્યારે કબૂલ પણ કરે છે, તે પછી જિનેશ્વર-ભગવાનની પૂજામાં અલ્પ પાપ કેમ નહિ માનવું ?
*
આવું કહેનાર દીર્ઘદૃષ્ટિ રાખીને વિચારવુ જોઈ એ કે સવ - સાવધને ત્યાગ કરીને સાધુપણું લેનારા સાધુ-મહાત્માએ પણ