________________
૪૮
આગમત જ્યારે વિહારના પ્રસંગે નદી ઉતરે છે, ત્યારે તેઓને પણ અપકાયાદિને અંગે સ્વરૂપહિંસા રહેલી છે કે કેમ ! અને સ્વરૂપ-હિંસાથી નદી ઉતરનાર સાધુને ભવાંતરમાં વેદવું પડે એવું અલ્પ પાપ તે નદી ઉતરનાર સાધુ–મહાત્માને બંધાય છે, એમ મનાય ખરું? સુજ્ઞ મનુષ્ય સહેજે સમજી શકશે કે સાધુમહાત્મા મહાવ્રતધારી થઈને નદી ઉતરે, ત્યારે નદી ઉતરવાને અંગે તેઓને સ્વરૂપહિંસા છતાં ભવાંતરે વેદવું પડે તેવું અ૫. પાપ બંધાય છે એમ માની શકાય નહિં.
વળી જે તેવી રીતે સ્વરૂપ-હિંસાને અંગે ભવાંતરે વેદવું પડે તેવું અ૫ પાપ માનવામાં આવે તે હૃદ, નદી અને સમુદ્ર જેવા જલાશમાં સિદ્ધિપદ મેળવવાનું જે શાસ્ત્રકાર ફરમાવે છે તે માની શકાય નહિં, અને જે તે ઉતરવાથી અલપ પણ પાપ ભવાંતરે વેદવા લાયક બંધાતું હોય તો ભગવાન જિનેશ્વર મહારાજ તેઓને નદી ઉતરવાની આજ્ઞા આપે નહિં. તથા ખુદ ભગવાન જિનેશ્વર મહારાજ જે નદી ઉતર્યા તે ઉતરત નહિં. માટે નિઃશંકપણે માનવું જ જોઈએ કે “સ્વરૂપ હિંસાથી અલ્પ પણ ભવાંતરે વેદવા લાયક પાપ બંધાય છે,” એમ કહેવાય નહિં.
વળી પૂ. આ. શ્રી હરિભસૂરિજી તથા શ્રી આવશ્યક ચૂર્ણિકાર મહારાજા શ્રી આવશ્યકની વૃત્તિ અને શૂર્ણિમાં પષ્ટ શબ્દોથી જણાવે છે કે
જિનેશ્વર મહારાજની પુષ્પાદિ-દ્રવ્યપૂજામાં થયેલા અસંજમથી જે કર્મ ઉત્પન્ન થાય તે બધું કર્મ અને બીજું પણ કર્મ પૂજાના અધ્યવસાય એટલે પરિણામથી જ નાશ પામે છે.”
આ વસ્તુ વિચારનારે મનુષ્ય સ્પષ્ટપણે સમજી શકશે કે પૂજામાં થયેલી વિરાધના કે જે સ્વરૂપ હિંસારૂપ છે, તેનાથી ભવાંતરે વેદવું પડે તેવું પાપકર્મ અંશે પણ બંધાતું નથી.