________________
આગમ મંગલદીવા વિગેરેનું કાર્ય કરવું એમ આચાર્ય મહારાજ સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે.
આરતિ મંગલદીપક શું સ-શાસ્ત્ર નથી?
ઉપરની વિધિમાં આરતિ અને મંગલ દી કરવાનું જણાવવાથી જેને આજકાલના કેટલાક અજ્ઞાની ભદ્રિકલેકે અથવા તે પ્રચ્છન્ન-લુંપકે વનસ્પતિના છની વિરાધનાને નામે ભગવાનની પુષ્પપૂજા વિગેરેમાં ભ્રમ ઉત્પન્ન કરી વિM ઉત્પન્ન કરનારા થાય છે, તેવી રીતે આચાર્ય શ્રીદેવેદ્રસૂરિજી મહારાજના વખતે પણ દ્રવ્યસ્તવમાં પુષ્પાદિકની આવશ્યક્તાને નહિ સમજનારની માફક આરતિ અને મંગલદીવાની વિધિને નહિ સમજનાર અગર નહિ માનનાર કેટલાક અજ્ઞાની ભદ્રિક લેકે હતા, અગર જેના મતનું અત્યારે પ્રાબલ્ય નથી તે આરતિ અને મંગલદીવાને ઉડાવનાર મત હતા અને તે તરફથી પૂરતા જોશમાં ભ્રમ પેદા કરવામાં આવતું હતું, તેને અંગે આચાર્ય મહારાજ આરતિમંગલદીવાને અંગે શંકા જણાવી સમાધાન કરે છે.
શંકાકાર કહે છે કે-આરાત્રિક-પૂજાનું કરવું કઈ પણ રીતે ઉચિત નથી. કેમકે તે આરતિમાં પ્રત્યક્ષપણે ત્રસ અને સ્થાવર જેને વધ થતું હોવાથી દોષ લાગે છે.
આવી શંકાના સમાધાનમાં શ્રી દેવેન્દ્રસૂરિજી મહારાજ ફરમાવે છે કે અભિષેક, પુષ્પ, ધૂપ, દીપ, ચામર એ સર્વ દ્રવ્યસ્તવમાં જે કે ત્રસ અને સ્થાવર જીની પ્રત્યક્ષ વિરાધના. છે, છતાં જેમ સાધુ-મહાત્મા સંયમના સાધનને માટે પ્રત્યક્ષ ત્રસ અને સ્થાવર જીવોની વિરાધના છતાં અને છ કાયની હિંસાને ત્યાગ છતાં નદીમાં ઉતરે છે, પરંતુ તે નદીમાં ઉતરવામાં મહાત્માઓને યતનાથી પ્રવર્તવું એજ ખરું આલંબન રહે છે,