________________
૪૩
પુસ્તક ૧લું - તેવી રીતે અભિષેકઆદિ દ્રવ્ય-પૂજામાં પણ દ્રવ્ય-પૂજાના ઉપયોગમાં આવતા પદાર્થ સિવાય બીજા જની યતન કરવાનું શ્રાવકને આવશ્યક છે, અને તેથી પ્રક્ષાલન કરવા પહેલાં મેર પીંછીથી પ્રમાર્જન કરવામાં આવે છે. કીટકાદિકે સહિત કુલ કે. ફલે ધરાવવાને નિષેધ કરવામાં આવે છે.
“તેથી જયણાપૂર્વક દ્રવ્ય સ્તવમાં પ્રવર્તવાવાળાને કઈ પણ પ્રકારે પાપને બંધ થતું નથી. પરંતુ મુખ્યતાએ નિર્જરા જ થાય છે. અને કથંચિત પુણ્યબંધ પણ થાય છે.”
આ સ્થાને કેટલાક શાસ્ત્રથી વિરુદ્ધ પદાર્થને માનનારા તથા બોલનારા ત્રિપાદે હોય છે, તેઓ એમ બેલે છે કે –
દ્રવ્ય-પૂજામાં તે પૂજા કરનારને અ૫ તે પાપને બંધ હોય છે. આવું કહેનારે કઈ પણ પ્રકારે શાસ્ત્રને વિચાર કર્યો નથી, કારણ કે પૂ૦ ૦ શ્રી હરિભદ્રસૂરિજી આવશ્યક વૃત્તિમાં અહંઐયસ્તવની ટીકા કરતાં સ્પષ્ટપણે જણાવે છે કે – દ્રવ્યસ્તવની અંદર અસંયમ થતાં બંધાયેલું કર્મ અને બીજું પણ કમ તે પૂજાના પરિણામથી નાશ પામે છે.” જુઓ તે પાઠ–
“एव दव्वत्थय ए जइवि असंजमो तहावि तओ चेव सा परिणामसुदी हवइ जाए असंजमोवज्जियं अण्णं च णिरवसेसखबेइत्ति" બહુ નિર્જરા અને અ૫ પાપ શામાં?
આ પાઠ જેનારે મનુષ્ય જે શ્રદ્ધાવાળો હશે તે કોઈ દિવસ પણ એવું નહિ માને અગર બેલે કે “ભગવાન જિનેશ્વર-મહારાજની પૂજામાં અપ પણ પાપને બંધ થાય છે. તે અલા અને બંને કહેનારા એટલું પણ વિચારી