________________
પુસ્તક ૧લું જણાવવા માટે સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે–“આ પ્રમાણેના પૂજાવિધિ શ્રી રાયપણી સૂત્રમાં પણ કહેવામાં આવેલ છે.”
શ્રી રાયપાસેણી સૂત્રમાં ભગવાન જિનેશ્વર મહારાજની પૂજા જે સૂર્યાભદેવતાએ કરી હતી તે જણાવેલ છે, પરંતુ તેવી દેવતાઈ રદ્ધિ નહિ પામેલા મનુષ્ય પણ ભગવાન જિનેશ્વર મહારાજની વિસ્તારથી પૂજા કરવા માટે ઉદ્યમવાળા હોય છે, છતાં તેઓને દેવતાઓની માફક દેવતાઈ મંદિરની શોભા કરવાવાળી વસ્તુઓનું પ્રક્ષાલન વિગેરે કરવાનું હતું નથી, તેને માટે રાયપાસેથી જુદા રૂપે શ્રી જ્ઞાતાધર્મકથામાં કહેલે પાઠ ધ્યાનમાં લેવા જેવું છે.
વાચકગણે શ્રી જ્ઞાતાસૂત્રના પાઠથી બે વાતોને નિશ્ચય કરવાને છે. એક તો જે સૂર્યાભદેવતા સમ્યગ્દર્શનને ધારણ કરવાવાળો હતે અને જેના સમ્યગ્દર્શન માટે ભગવાન મહાવીર મહારાજે ખાતરી આપી છે, તેવા સૂર્યદેવતાએ કરેલી ભગવાન જિનેશ્વર મહારાજની પૂજાને અતિદેશ અહીં કરવામાં આવ્યા છે અને તેને અંગે ન સૂરિલા એમ કહેવામાં આવ્યું છે. ન હૂમે ને સંબંધ કેને. સંભવે ?
આ સ્થળે સ્પષ્ટ રીતિએ આહ્વાન કરીને કહી શકાય તેમ છે કે
પ્રતિમાના લેપકે અને ઉત્થાપકે બત્રીસ સૂત્રો કે પીસ્તાલીસ આગમેમાંના મિથ્યાષ્ટિ દેવતાની પૂજા કરવાની વખતે સૂર્યાભ દેવતાની ભલામણ કરી હોય તો જાહેર કરે. જ્યાં જ્યાં મિથ્યાદષ્ટિ દેવતાની પૂજાને અધિકાર સૂત્રોમાં કે આગામાં આવે છે, ત્યાં ત્યાં સર્વ સ્થાને કાં તો તે પૂજાની વિધિનું વર્ણન હોય છે અને કાં તે નવ૦ શબ્દ કહીને ભલામણ કરેલી હોય છે, પરંતુ