________________
પુસ્તક ૧લું
આચાર્ય મહારાજ શ્રી દેવેન્દ્રસૂરિજીએ જે આ ભગવાન જિનેશ્વરની પૂજા વિધિ દેખાડ્યો છે તે વિધિને સૂત્ર-સિદ્ધપણે જણાવવા માટે તેઓ રાજપ્રશ્રીય ઉપાંગના પાઠની ભલામણ આપે છે.
(કેટલાક સંઘના વ્યવહારથી દૂર થયેલા અને સ્વચ્છેદ કલ્પનાઓ કરી સૂત્ર પાઠને તે શું ? પણ સૂત્રોના નામે સુદ્ધાંને પણ પલટાવવાની પરાકાષ્ઠાએ પહોંચેલા તરફથી કહેવામાં આવે છે કે જે સૂત્રોમાં સૂર્યાભદેવતા અને તેની પૂજાને અધિકાર છે, તે સૂત્ર પ્રદેશ રાજાના પ્રશ્નોને અંગે આચાર્યો એ રાજપ્રશ્નીય અથવા રાજપ્રશ્નકૃત વિગેરે સંસ્કૃત નામેથી જે કરેલ છે અને પ્રાકૃતમાં રાયપણુઈ જજ શબ્દથી કહેવામાં આવે છે, તે યથાસ્થિત નથી.
પરંતુ એનું વાસ્તવિક નામ રાયપણુઈ એ જ હોય તેના કારણમાં તેઓ જણાવે છે કે પ્રદેશ રાજાના પિતાનું નામ પ્રસેનજીત હતું અને તેથી આ સૂત્રનું નામ રાયપણુઈ એમ હોવું જોઈએ.
પરંતુ તેઓ એક પણ પાઠ સાક્ષીને એ આપી શકતા નથી કે જે દ્વારા આ રાયપાસેણુઈ સૂત્રમાં રાજા પ્રસેનજીતને અધિકાર કે નામ માત્ર પણ હોય, એટલું જ નહિ પરંતુ વાચના ભેદને નામે તેઓ બચવા માગતા હોય તે કેઈપણ સેંકડે અને હજારો વર્ષોની લખેલી ઉપલબ્ધ થતી પ્રતમાંથી એક પણ પ્રતને પાઠ પ્રસેનજીતના ઉલ્લેખવાળે દેખાડી શકતા નથી. શ્રી ભગવતીજી વિગેરે સૂત્રમાં રાયપાસેઈજ એવા ચક્ખા પાડે છે અને શ્રી મલયગિરિજી વિગેરે વ્યાખ્યાકારોએ રાજપ્રશ્રીય કે રાજપ્રશ્નકૃત એ બે નામને સ્પષ્ટપણે ઉલ્લેખ કર્યો છે, છતાં મૂલસૂત્ર અને ટીકાના ગ્રંથને