________________
આગમત દણાદિક તરીકે આલેખના આઠે આકારને અષ્ટમંગલ તરીકે ગણવામાં આવે છે, છતાં તેના અનેક આકારને પણ અષ્ટમંગલ તરીકે ગણવામાં આવે છે.
તેથી સૂત્રોમાં અને ગ્રંથમાં અષ્ટમંગલના ચલાવવામાં તથા આલેખવામાં મHIT૦ એમ કહી ગાષ્ટમં નિ એમ જણવવામાં આવે છે. એટલે તે આઠેના સમુદાયમાં જેમ અષ્ટમંગલ સંજ્ઞા છે, તેવી જ રીતે તેના સ્વસ્તિકાદિ એકેકમાં પણ અષ્ટમંગલ તરીકેની સંજ્ઞા સમજવાની છે, અથવા તે આઠ અષ્ટમંગલ ઓળખવાનું પણ હોય તે નવાઈ જેવું નથી.
કેટલાકનું કહેવું એમ પણ થાય છે કે નથી તે એક મંગલની અષ્ટ સંજ્ઞા, નથી તે આઠ વખત અષ્ટમંગલ આલેખવાનું કિંતુ દરેક મંગલની અષ્ટાક્ટ સંજ્ઞા છે. સુજ્ઞ મનુષ્ય તે તે મંગલેની આકૃતિ દેખશે અને તે યથાસ્થિત ચિત્રામણમાં કેટલાક ગ્રંથમાં દેખાડેલી આકૃતિ પ્રમાણેનું ચિત્ર હશે તે દરેકમાં આઠ આઠ ખૂણા અગર આઠ આઠ એક જાતના ગેળ વિગેરે આકાર જોઈ શકશે અને તેથી એકેકની પણ અષ્ટાક્ટ સંજ્ઞા હોય તે નવાઈ જેવું નથી.
અષ્ટમંગલનું આલેખન કર્યા પછી પાંચે રંગના ફૂલેથી તેને પૂજોપચાર કરે અને તે અષ્ટ-મંગળને પડખે કેસરથી મિશ્ર એવા ચંદનથી થાપા દે, એવી રીતે અષ્ટ-મંગળનું આલેખન કર્યા પછી જિનેશ્વર ભગવાનનું પૂજન કરવામાં કુશળ શ્રાવક ચીડા નામનું સુંગધી દ્રવ્ય, સિલ્લક નામનું સુંગધી દ્રવ્ય એ વિગેરે સુગંધી દ્રવ્યોથી બનેલ અને અગર તથા કપૂરથી મિશ્રિત. થયેલા એવા ધૂપનું ભગવાન જિનેશ્વર-મહારાજની આગળ દહન કરે.
(પહેલાં આવેલા ધૂપ સંબંધી વિધિ ગભારાની અંદર અંદર હતી અને આ ધૂપની વિધિ ગભારાની બહાર ચૈત્યવંદન કરતાં અષ્ટમંગળ આલેખતી વખતની હેવાથી સ્પષ્ટપણે જુદી છે.)