________________
૩૫
પુસ્તક ૧લું , મસ્યયુગલ આદિ મંગલે પણ પદાર્થ તરીકે મંગલરૂપ નથી, પરંતુ તેના આકારે જ મંગલરૂપ છે.
સામાન્ય સમજણને ધરાવનાર મનુષ્ય પણ સમજી શકે છે કે ડાબા કે જમણું અંગુઠે રહેલા જવના આંકારે જે મનુષ્યની ભાગ્યવત્તાને સૂચવનાર છે, પરંતુ અંગુઠે ચેડી દીધેલા જ ભાગ્યવત્તાને સૂચવનાર નથી. એટલે જેમ સામુદ્રિકની અપેક્ષાએ અંગુઠામાં રહેલા જવના આકારે મંગલ તરીકે ગણાય છે, વળી મત્સ્યનું ચિહ્ન ભાગ્યશાળીઓના હાથ ઉપર હોય છે તેવું સામુદ્રિક શાસ્ત્રમાં નિશ્ચિત છતાં હાથમાં માછલાં રાખવાથી તે ઉત્તમતા આવી જતી નથી એ સ્પષ્ટ છે. એટલે સામુદ્રિકશાસ્ત્રની અપેક્ષાએ જેમ જવ અને મત્સ્યની પદાર્થ દ્વારા ઉત્તમતા નથી, પરંતુ આકાર દ્વારા ઉત્તમતા છે, તેવી રીતે અત્રે પૂજન આદિ અધિકારમાં પણ દર્પણાદિકની સ્વયં ઉત્તમતા નથી, પરંતુ આકાર દ્વારા ઉત્તમતા છે અને તેથી સૂત્રકારોએ અષ્ટમંગલનું આલેખન પૂજાવિધિમાં જણાવ્યું છે અને શ્રી દેવેન્દ્રસૂરિજીએ પણ અષ્ટમંગલનું આલેખન જણાવેલું છે.
કેમ
કે,
ધ્યાન રાખવું કે સૂત્રકાર મહારાજ કે શ્રી દેવેન્દ્રસૂરિજી એ અષ્ટમંગલને ધરાવવાનું કે ચઢાવવાનું જણાવેલું નથી. આ ઉપરથી પણ સ્પષ્ટ થાય છે કે અષ્ટમંગલનું આલેખન જ માત્ર મંગલરૂપ છે અને એ અષ્ટ-મંગલમાંના કેઈ પણ દર્પણ કે મસ્યયુગલ જેવા મૂલપદાર્થની સાથે કેઈપણ જાતને મંગલપણને સંબંધ નથી. . . . . .
વાચકે એક વાત ધ્યાનમાં રાખવાની છે કે આ દિવસને અષ્ટાક્ષિકા મહોત્સવ હોય છે, અને આઠ દિવસની અઠ્ઠઈ હોય છે, છતાં તે દરેક દિવસને અઠ્ઠાઈ મહેસવ તરીકે અને અઠ્ઠાઈ તરીકે ઓળખવામાં આવે છે, એવી રીતે આ સ્વસ્તિકારિક કે