________________
આગમત અદર સ્થાપના-મંગલ તરીકે સ્વસ્તિક આદિ અષ્ટમંગલની સ્થાપનાને જણાવે છે.
એટલે હારે વર્ષથી અષ્ટમંગલની સ્થાપના મંગલરૂપ ગણાયેલી છે, એ માનવામાં કોઈ પણ જાતની શંકાને સ્થાન નથી.
આ સ્થાને એક વાત જરૂર વિચારવા જેવી છે કે આ અષ્ટમંગલને આકાર માત્ર પૂજાના સાધનરૂપ છે અને તેથી સ્થાને સ્થાને તેનું આલેખન કરવાનું જણાવવામાં આવેલું છે, પરંતુ મંગલની અધિકતા ગણીને તેની ઉપર પુષ્પ વિખેરવામાં આવે તે તેટલા માત્રથી અષ્ટમંગલનું સાધનપણું મટી સાધ્યપણું થઈ જતું નથી. અષ્ટમંગલના આલેખનમાં ચોખા અને તંદુલ વિગેરે સાધનને ઉપયોગ કરવાનું ઉપર જણાવવામાં આવ્યું છે તેથી અષ્ટમંગલને અભિષેકદિના વિષયમાં ન લઈ શકાય તે સ્વાભાવિક છે, પરંતુ તે ચેખા આદિના અષ્ટમંગલ ઉપર ફૂલે વિખેરી તે રૂપ પૂજા કરવામાં આવે, તેમાં કંઈ આશ્ચર્ય નથી ? અષ્ટમંગલિકને કેમ ?
જે અષ્ટમંગલનું આલેખન ઉપર જણાવવામાં આવ્યું છે તે અષ્ટમંગલેને કેમ શ્રી દેવેન્દ્રસૂરિજી મહારાજ આ પ્રમાણે જણાવે છે.
૧ દર્પણ ૨ ભદ્રાસન ૩ વર્ધમાન ૪ શ્રીવલ્સ ૫ મત્સ્યયુગ ૬ શ્રેષ્ઠકલશ ૭ સ્વસ્તિક ૮ નંદાવર્ત
ઉપર પ્રમાણે જણાવેલા આક મંગલમાં પણ પદાર્થ તરીકે મંગળ ગણવામાં આવ્યું નથી, પરંતુ દણના આકારને અષ્ટમંગહના પદાર્થ તરીકે ગણવામાં આવ્યું છે, અને આ દર્પણના આકારની પેઠે બીજા આગળ કહેવામાં આવશે તેવા