________________
પુસ્તક ૧લું
જો કે આચાર્ય શ્રી દેવેન્દ્રસૂરિજી મહારાજ અષ્ટમંગલના નામે ગણાવતાં દર્પણને પ્રથમ અષ્ટમંગલ તરીકે ગણાવે છે. પરંતુ મૂળ સૂત્રમાં ઘણે સ્થાને અષ્ટમંગલને ગણાવતાં પ્રથમ સ્વસ્તિક નામના અષ્ટમંગલને સ્થાન આપવામાં આવ્યું છે.
આ અષ્ટમંગલનું આકાર–માત્રથી એટલું બધું ઉત્તમપણું જગતમાં વ્યાપ્ત હતું કે જેને લીધે રાજા-મહારાજાઓ જ્યારે જ્યારે ભગવાન જિનેશ્વર મહારાજ વગેરેને વંદન કરવા જતા. ત્યારે ત્યારે તે અષ્ટમંગલના જુદા જુદા આલેખને ધારણ કરનારાં પાટીયાં અગર તેવી રીતે કેતરીને બનાવેલા આલેખેને લઈને અનેક પુરુષે તે વંદનના વરઘોડાની આગળ આગળ ચાલતા હતા.
વૈમાનિક દેવતાઓમાં ઉત્પન્ન થયેલે સૂર્યાભદેવ કે જેની પૂજાની ભલામણ સૂત્રમાં સ્થાન સ્થાન ઉપર પૂજાના વિષયમાં કરાય છે તે સૂર્યાભદેવતાએ પણ પિતાના વિમાનમાં રહેલા સિદ્ધાયતનની અંદર રહેલી ભગવાન જિનેશ્વર મહારાજની મૂર્તિની પૂજા કરતાં અષ્ટમંગલનું આલેખન કર્યું છે.
તિષ્ઠલેકની અંદર પણ વિજયદેવતાએ કરેલી ભગવાન જિનેશ્વર મહારાજની પૂજામાં પણ અષ્ટમંગલનું આલેખન થતું, એમ શ્રી જીવાભિગમ સત્રમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે. . .
આ બધી હકીકત ઉપરથી આ વાત સ્પષ્ટ થશે કે જગતના સ્વભાવને લીધે સ્વસ્તિક આદિનું આલેખન મંગલરૂપ ગણવામાં આવ્યું છે અને આ કારણથી આચાર્ય મહારાજ શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણુજી શ્રી વિશેષાવશ્યકભાષ્યની