________________
૩૨
આગમોત જો કે સ્વસ્તિક, નંદાવર્ત કે અષ્ટમંગલિક માટે અમુક જાતના જ ચેખા જોઈએ એ નિયમ નથી, પરંતુ પિતાને જે પ્રમાણે સાધન મળેલું હોય તે પ્રમાણે પૂજામાં ઉત્તમ દ્રવ્યોને ઉપયોગ કરતાં તંદુલાદિકથી પણ સ્વસ્તિક અને અષ્ટમંગલિક આલેખી શકાય છે. અષ્ટમંગલિક તે શું? તેમાં આદ્ય કેણુ? તેની મહત્તા શી? - સામાન્ય રીતે અષ્ટમંગલ નામથી જૈન પ્રજાને મોટે ભાગ તે પરિચિત છે જ, પરંતુ અષ્ટમંગલમાંના પ્રત્યેક મંગલને જાણવા માટે ઘણે એ છે વર્ગ તૈયાર થયેલું હોય છે. આ જાણવામાં આવતા અષ્ટમંગલે જગતની સામાન્ય-સ્થિતિની અપેક્ષાએ સ્વયં આકારથી મંગલ તરીકે ગણાયેલા છે.
હજાર વર્ષ પહેલાંના શિલાલેખમાં પણ લેખની આદિમાં જે સ્વસ્તિક દેખવામાં આવે છે, તે પણ એ જ વસ્તુ પુરવાર કરે છે કે સ્વસ્તિકનું આલેખન આકાર તરીકે હંમેશા મંગલ તરીકે ગણવામાં આવ્યું છે.
વર્તમાનકાળમાં જોકે અમુક પ્રજાએ સ્વસ્તિકને પોતાનું રાષ્ટ્રચિન્હ બનાવેલું છે, પરંતુ આર્ય–સંસકૃતિને ધારણ કરનારાઓએ સ્વસ્તિકને ઉપયોગ રાષ્ટ્રચિન્હ તરીકે નહિ, પરંતુ સ્વયે મંગલિક છે, એમ ગણીને કરતા હતા. અને આ કારણથી હજારો વર્ષના શિલાલેખમાં જે જે શિલાલેખે ધાર્મિક-વિષયના હોય છે તેમાં જ મુખ્યત્વે સ્વસ્તિકનું ચિન્હ હોય છે, પરંતુ દુનિયાદારી સંબંધી જે જે શિલાલેખે છે, અગર રાજા-મહારાજા શ્રેષ્ઠી-શાહુકારની કીતિને માટે કરવામાં આવેલા શિલાલેખેને વિષે સ્વસ્તિકને સ્થાન મળેલું નથી, એટલે સ્પષ્ટપણે સમજી શકાય છે કે સ્વસ્તિક એ કોઈ પણ દેશ, રાજ્ય કે પ્રજાનું ચિન્હ નથી, પરંતુ કેવળ તેના સ્વાભાવિક મંગલિકપણને લીધે ધર્મસ્થાનમાં અને ધર્મકાર્યમાં કોતરવામાં કે આલેખવામાં આવેલા છે.