________________
૨૯
પુસ્તક ૧લું શંકા નિવારવા માટે એટલું પ્રકરણ જણાવી હવે શ્રાદ્ધહિનકૃત્યકારે કહેલા પૂજાના અધિકારમાં આગળ શી રીતે પૂજા વિધિ. જણાવે છે તે જોઈએ. ધૂપની જરૂરિયાત અને ધૂપ કેવું હોય?
આચાર્ય મહારાજશ્રી દેવેન્દ્રસૂરિજી ચીનાંશુકાદિ વસ્ત્રો દ્વારા પૂજા કરવાનું જણાવ્યા પછી ગંધ એટલે સુગન્ધી-ચૂએ કરીને પૂજા કરવાનું જણાવતાં ફરમાવે છે કે, અત્યંત શ્રેષ્ઠ હોવા જોઈએ.
આ જગે પર ધ્યાન રાખવાનું છે કે કેટલાક ભદ્રિક શ્રાવકે ભગવાન જિનેશ્વર-મહારાજની પૂજામાં ધૂપદહનની આવશ્યક્તા છે, એટલું તે સમજે છે, પરંતુ ભગવાન જિનેશ્વર-મહારાજની. આગળ ધૂપનું દહન કરવું શાને માટે છે? એને વિચાર કરતા નથી. અને તેથી જે અગરબત્તીઓ સામાન્ય રીતે સુગન્ધવાળી ન હેય એટલું જ નહિ, પરંતુ જે અગરબત્તી સળગાવવામાં આવ્યા હોવા છતાં સુગન્ધને વેશ ધરાવતી ન હોય, તેમજ જેને ધૂમાડો સુગન્ધિપણાના અંશથી પણ રહિત તેવી અગરબત્તીઓ સળગાવવામાં પ્રવૃત્તિ કરે છે, પરંતુ ધ્યાન રાખવું જોઈએ કે આ ધૂપદહન સુગન્ધિપૂજાને માટે છે અને તેથી તે અગરબત્તીમાં અને તેના ધૂમાડામાં જરૂર સુગન્ધિ હોવી જોઈએ.
વળી કેટલાક ભાવિક લેકે અજ્ઞાનતાને લીધે ધ્રુપદહન જાણે ભગવાનની અંગપૂજા હેય નહિ, તેવી રીતે સળગતી અગરબત્તીઓ ભગવાન જિનેશ્વર મહારાજની પ્રતિમાના મુખ આગળ સુધી લઈ જાય છે અને તેને પરિણામે કેટલીક વખત અગરબત્તીને મગરે અગર તણુ ભગવાનની પ્રતિમા ઉપર પણ પડે છે, અગર.. તે ગળતી અગરબત્તી ભગવાનના મુખને અગર શરીરને લાગી જાય છે.