________________
આગમોત
આવી અજ્ઞાનતા ભક્તિભાવ ધરાવનારાઓએ સર્વથા દૂર કરવા જેવી છે.
ધ્યાન રાખવું કે ગન્ધપૂજાનો જે અધિકાર શાસ્ત્રોમાં ચાલ્યા છે, તેને અંગે દહન કરવામાં આવતા ધૂપ તુરૂક સિહક આદિ ઉત્તમ ગધવાળા દ્રવ્યથી હોય, યાવત્ શાસ્ત્રકાર એટલા સુધી કહે છે કે ધૂપ એટલી બધી ગન્ધવાળા હોય કે જાણે ગન્ધની જ વાટ હેય નહિ તેવા લાગે. અર્થાત્ આવા સુગન્ધવાળા ધૂપોનું જે દહન થતું હોય તે ગન્ધમાત્ર ભગવાનની આગળ જ નહિ. એકલા ગભારામાં નહિ, પરંતુ આખા મંદિરની અંદર જે ધૂપના દહનથી થયેલી સુગન્ધ હોય તે વ્યાપ્ત હેવી જોઈએ. કેટલેક સ્થાને તે ધૂપના દહનની શાસ્ત્રકારે એટલી બધી તીવ્રતા જણાવે છે કે શ્રી જિનેશ્વર ભગવાનના મંદિરમાં કરાતા ધૂપદહનના ધૂમાડાની શિખાને અંગે મયૂરને વાદળનો વહેમ પડે અને તેથી કેકારવ કરવા લાગી જાય.
આવી રીતે ઊંચા અને સારા સુગંધી ધૂપથી ભગવાન જિનેશ્વર મહારાજનું પૂજન કરવું જોઈએ, અને તેને માટે પૂ. આ. શ્રી દેવેન્દ્રસૂરિજી “પ્રવર એવું વિશેષણ સ્પષ્ટપણે આપે છે. એટલે શ્રેષ્ઠ એવા સુંગધને દહનથી હૃદયને આનંદ દેવાવાળા અને ત્રણ ભુવનથી પૂજાયેલા એવા ભગવાન જિનેશ્વર મહારાજનું -ભક્તિથી ભલે એ શ્રાવક પૂજન કરે.
અક્ષાની પૂજા અને તેનું સાર્થકપણું શામાં?
ધૂપના પૂજન પછી અક્ષત-પૂજાને જણાવતાં શાસકારે કહે છે કે શંખ અને કુંદના કુલ જેવા શુદ્ધ નિર્મળ એવા અક્ષતથી અષ્ટમંગલનું આલેખન કરવું જોઈએ. તે અષ્ટમંગલના આલેખનમાં લેવાતા અક્ષતે અખંડિત અને અસ્ફટિત હોવા જોઈએ. કેટલાક -ભદ્રિક લેકે ભગવાન જિનેશ્વર મહારાજની આગળ સાથીયા માટે