________________
આગમત
આ વાતને ધ્યાનમાં લેનારે મનુષ્ય દેવતા અને ઇંદ્રોએ કરેલી પૂજા દેખીને ભગવાન તીર્થંકર મહારાજનું મનુષ્યોથી અ-પૂજ્યપણું છે. એમ કદાપિ નહિ ધારી શકે, પરંતુ શ્રાવકશ્રાવિકારૂપ મનુષ્યોથી તે ભગવાન જિનેશ્વર મહારાજાએ અત્યંત પૂજ્યતમ છે એમ જ ધારી શકે. શું રેવંના, કેવળ વિગેરે પાઠ દેખીને અને જો હેવાવિ વિગેરે પાઠો દેખીને મૂર્ખ મનુષ્ય પણ એવી કલ્પના કરે ખરે કે-“ભગવાન જિનેશ્વર મહારાજને ધર્મ, ભગવાન જિનેશ્વર મહારાજનું શાસન અને ભગવાન જિનેશ્વર મહારાજ ભાત્ર દેવતાઓને જ પૂજ્ય છે, પરંતુ તે ત્રણ મહાપદાર્થો શ્રાવક-શ્રાવિકાઓને પૂજ્ય નથી.” અર્થાત્ મૂર્ખતમ મનુષ્ય પણ દેવતાથી પૂજ્યપણું દેખીને મનુષ્યથી અ-પૂજ્યપણું છે એમ કહેવાને શક્તિમાન થાય નહિ નિર્વાણ કલ્યાણકના મહત્સવનું રહસ્ય?
વળી કેટલાક તરફથી એમ કહેવામાં આવે કે નિર્વાણ કલ્યાણકની વખતે ઇંદ્ર મહારાજે અભિષેકથી કરેલી પૂજા અચેતન એવા વીતરાગ પ્રભુની છે. તે એવા થનના સમાધાનમાં સમજવાનું કે એ વીતરાગ પ્રભુનું શરીર જ્યારે શાસકાના જણાવવા મુજબ અને સમ્યગદષ્ટિએના ધારવા મુજબ દ્રવ્યવીતરાગ અને દ્રવ્યસર્વજ્ઞ રૂપ છે. અને તેમના અભિષેકાદિકથી પૂજા થઈ શકે છે અને તેવી અભિષેક દિકથી ભગવાન જિનેશ્વર મહારાજના ખુદ શરીરની ગણધર દિ ભગવાનેની હાજરીમાં પૂજા કરવામાં આવે છે. અને તે પૂજાથી જ્યારે ભગવાન જિનશ્વર મહારાજનું ભેગીપણું થઈ જતું નથી, તે પછી ભગવાન જિનેશ્વર મહારાજના સ્થાપના નિક્ષેપારૂપ ભગવાનની પ્રતિમાને અભિષેક કરવાથી, આભૂષણ કે વસ્ત્રો ચઢાવવાથી ભગવાનનું ભેગી પણું થાય છે એમ બોલનાર મનુષ્ય જે દારૂ પીનાર હોય તે જ ભી શકે? પરંતુ સુજ્ઞ અને સમ્યગ્દષ્ટિ મનુષ્યને એવું બોલવું સ્વપ્ન પણ શોભી શકે નહિ. વસ્ત્ર અને આભૂષણની પૂજાને અંગે લેકેની