________________
પુસ્તક જિનેશ્વર મહારાજની અભિષેક, ચંદન અને અલંકારથી કરેલી પૂજાને ધ્યાનમાં લેનારે મનુષ્ય જે શ્રદ્ધાવાળો હશે અને શાસ્ત્રને માનનારે હશે તે સ્વપ્ન પણ એમ નહિ માની શકે કે કહી શકે કે “વીતરાગ-સર્વજ્ઞની પૂજા અભિષેક, વિલેપન વસ્ત્ર, અલંકારાદિથી થઈ શકે નહિ.”
પૂજાના દ્રોહીઓ તરફથી કદાચ એમ કહેવામાં આવે છે નિર્વાણ-મહોત્સવની વખતે કે વીતરાગ-પરમાત્માનું શરીર છે. અને ગણધર મહારાજા વિગેરેની હાજરીમાં તે બધે સત્કાર વિગેરે થાય છે, પરંતુ એ સવર્ડ ઈંદ્ર મહારાજે કરેલ છે. કઈ શ્રાવકે કરેલ નથી, તે દીક્ષા મહોત્સવ પણ ઇંદ્ર કે શ્રીકૃષ્ણ કરે છે, દીક્ષા મહોત્સવને કોઈ શ્રાવક કે શ્રાવિકાએ સત્કાર કર્યો નથી.
વળી આ કહેનારે સમજવું જોઈએ કે પૂજા કરવાને લાયકની ઉત્કૃષ્ટ સામગ્રી જે જે ક્ષેત્રાંતના ચંદને, ક્ષેત્રમંતરનાં પુષ્પ અને ક્ષેત્રમાંતરોની ઔષધિઓ વિગેરે જે ઉત્કૃષ્ટરૂપે હોય અને જે ઉત્કૃષ્ટ-સામગ્રીની ભગવાન તીર્થંકર મહારાજની પૂજામાં ઉપગિતા ગણાય છે, તે સામગ્રી ભેગી કરવાની શક્તિ મનુષ્યમાં હોતી નથી, પરંતુ તે દેવામાં જ હોય છે. માટે તેવી સામગ્રીથી તીર્થકરની પૂજ્યતા જણાવવામાં દેવતાને અધિકાર હોઈ શકે એ સ્વાભાવિક છે, અને આ કારણથી સર્વ સ્થાને જિનેશ્વરને મહિમા જણાવતાં નો હેવાવિ દેવો વિગેરે કહી દેવપૂજ્ય પણું જણાવે છે, અને એથી શ્રાવક-શ્રાવિકારૂપ *નુષ્યએ તે પૂ»વા લાયકપણું સ્વભાવતઃ આવી જાય છે.
શાસ્ત્રકારે ભગવાન જિનેશ્વરને ઉત્તમત્તમ પુરુષ તરીકે સ્થિતિમાં વર્ણવતાં સપષ્ટ શબ્દોમાં કહે છે કે, સામાન્ય ઋષિ અને મનુષ્ય દેવતા અને મૂર્તિની પૂજા કરે અને તેવા સામાન્ય મનુષ્યથી પૂજાયેલા એવા અને મોટા ઋષિઓથી પણ જેઓ પૂજાને પામે છે, તેવા તીર્થંકરે ઉત્તમત્તમ છે.