________________
આગ મમત ઉપરના શ્રીઆચારાંગ સૂત્રવાળા પાઠને દેખીને ભગવાન તીર્થંકર મહારાજના વસ્ત્ર-આભૂષણ આદિ સત્કારોથી પૂજન માનવાની જ્યારે શાસ્ત્રપ્રમાણ માનનારાઓથી ના પાડી શકાતી. નથી, ત્યારે તેઓ દીક્ષા વખતે પણ તીર્થંકરપણાને અંગે કરાતી પૂજાની સ્થિતિને ધ્યાનમાં ન લેતાં એ લવારે કરવાને તૈયાર થાય છે.
ભગવાનની તે વખતની અવસ્થા તે સરાગપણની, ગૃહસ્થ પણની અને છઘસ્થપણાની છે, પરંતુ કેવલી પણામાં આવ્યા પછી ભગવાન તીર્થંકર-મહારાજનું પૂજન આભૂષણ અને વસ્ત્રાદિકથી થઈ શકે નહિ. કેમ કે વીતરાગ-સર્વજ્ઞપણામાં તેઓ સર્વથા ત્યાગી છે.
આવું માનનારા દિગમ્બરોએ તે સ્ત્રીઓ ભગવાન જિનેશ્વર મહારાજની પૂજા કરે અને અડે એવું માનવામાં ભૂલ કરેલી જ ગણાય, કારણ કે સામાન્ય સાધુપણુમાં પણ સ્ત્રીને સંઘો ન હોય તે પછી કેવલીપણામાં તે સ્ત્રીને સંગ્રહ કે તેનું અડવું વિગેરે તે હોય જ શાનું?
આશ્ચર્યની વાત છે કે ભગવાન જિનેશ્વરની મૂર્તિને કપડું કે આભૂષણ અડે તે સર્વજ્ઞાપણું અને વિતરાગપણું ચાલ્યું જાય, પરંતુ બાયડીઓના થેકે શેક ભગવાન જિનેશ્વરની મૂર્તિને અડે. સ્નાન કરાવે તે પણ તે દિગમ્બરની વીતરાગ-અવસ્થામાં આ સ્થળે વધે આવતું નથી. ભગવાન જિનેશ્વર મહારાજનું સર્વજ્ઞવીતરાગપણું થયા પછી પણ નિર્વાણ મહોત્સવની વખતે તેમના ખુદ શરીરને અંગે કેવી રીતે વસાદિથી સત્કાર કરવામાં આવે છે? તે જાણવા માટે શ્રી જબૂઢીપપ્રજ્ઞપ્તિ સૂત્રનો નિર્વાણ સંબંધી અધિકારનો પાઠ ખૂબ જ ઉપગી છે. શ્રી જબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ એ સૂત્રના પાઠનું રહસ્ય :
શ્રી જમૂદ્વીપપ્રજ્ઞપ્તિમાં જણાવેલ ભગવાન જિનેશ્વર મહારાજના નિર્વાણ-કલ્યાણકના અધિકારમાં ઈદ્ર મહારાજે ભગવાન