________________
પુસ્તક ૧લું
૨૫ મહારાજે ઈંદ્રનું અનુકરણ કરીને કરેલા જિનેશ્વર કે ગણધર સિવાયના પણ દીક્ષા-મહોત્સવથી તીર્થંકર—નામત્ર બાંધ્યું તેમ માને છે, તે પછી શું તે દયાના દુશ્મને અને પ્રતિમાના શત્રુઓ તીર્થકર—નામત્ર બાંધવાનું કારણ અધર્મ છે એમ માને છે ખરા?
તેઓને કબૂલ કરવું પડશે કે કર્મની એક અઠ્ઠાવન પ્રકૃતિઓમાં તીર્થંકર-નામકર્મની પ્રકૃતિ હેતુએ, સ્વરૂપે અને ફળ કરીને શુદ્ધ હોય છે, કેમ કે અરિહંતાદિકની આરાધના રૂપ હેતુથી બંધાવવાવાળી છે, એટલે “અવિરતિની સર્વકરણી અધર્મરૂપ છે કે દેશવિરતિરૂપ સર્વકરણ અધર્મરૂપ છે એમ કહેવાવાળાની ઉપર જૈનશાસનની છાયા પણ પડી હોય એમ લાગતું નથી. શાસ્ત્રકારે પણ સ્થાને-સ્થાને અણગાર-ધર્મની માફક અગાર-ધર્મ પણ સ્પષ્ટપણે જણાવે છે.
શ્રીઆચારાંગ સૂત્રતા પાઠને અર્થ :
પ્રાસંગિક આટલું જણાવીને ચાલુ અધિકારમાં એટલું જણાવવાનું કે
ભગવાન જિનેશ્વર મહારાજના દેવપણું અને વીતરાગપણને ઉદ્દેશીને ઇંદ્ર મહારાજાઓએ દીક્ષા-કલ્યાણકને પણ મહોત્સવ કર્યો હતો અને તેમાં શ્રી આચારાંગ સૂત્રના પાઠ પ્રમાણે વસ્ત્ર-આભૂષણ વિગેરેથી કેવલ આત્મકલ્યાણને માટે સત્કાર કર્યો હતો, અને તે પ્રતિમાના લેપકે કોઈ પણ સૂત્રમાં “જિનેશ્વર ભગવાનની પ્રતિમાના પૂજનમાં કે શ્રી જિનેશ્વર ભગવાનના ચૈત્યમાં પ્રવૃત્તિ કરતાં પાપ બંધાય છે અગર તેમાં બંધાયેલા પાપથી અમુક જીવને હેરાન થવું પડયું છે. ” એવું દેખાડી શકયા નથી, દેખાડી શક્તા પણ નથી અને દેખાડી શકે એમ પણ નથી.