SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ - ૨૪ આગમજાત દુખી જીવેને બચાવનાર અગર મરતા જીવનું રક્ષણ કરનાર કે કરાવનાર શ્રાવક અઢારે પાપને બાંધે છે, એવું માનનાર દયાના દુશ્મને અને ભીષણ કર્મવાળા ભીખામજીના ભડકાથી સળગેલાએ ગૃહસ્થની સર્વ ક્રિયાઓને અધર્મ માનવા તૈયાર થાય, છે છતાં પણ પિતાના માનેલા ગુરુઓના નિષેધના અભાવને લીધે દીક્ષાના મહોત્સવે તે ઘણા આડંબર અને ઠાઠમાઠથી કરે છે, તે તેઓની આંખ પણ ઉપર જણાવેલી વસ્તુઓ વિચારતાં જરૂર ઉઘડી જશે. દીક્ષા-મહત્સવ થાય તે મુકુટાદિને શું વાંધ! : ઉપર જણાવેલી હકીકતને અંગે કેટલાક ભદ્રિક કે ભગવાન જિનેશ્વર-મહારાજની ઉત્તમતાને અંગે અને તીર્થ પ્રવર્તનના ઉપકારને અંગે ઉપર જણાવેલી પૂજ્યતા અને માન્યતા છે, એ વસ્તુને ન વિચારતાં ભગવાન જિનેશ્વર-મહારાજની અવસ્થાનો જ માત્ર વિચાર કરી એમ બોલવા તૈયાર થાય છે કે જન્મ કે દિક્ષા મહોત્સવની વખતે ભગવાન જિનેશ્વર મહારાજાઓ સર્વવિરતિવાળા કે વીતરાગ-કેવલીપણામાં વર્તવાવાળા નથી, માટે તે વખતની અપેક્ષાએ જે પૂજા, સાકાર, સન્માન કરવામાં આવેલાં છે, તેમાં કઈપણ જાતનો બાધ નથી આવું કહેનારાઓએ વિચારવું જોઈએ કે જે ભવિષ્યકાળમાં વીતરાગપણું અને સર્વજ્ઞપણું મેળવશે તથા જગતના ઉદ્ધારને માટે તીર્થની સ્થાપના કરશે એ ઉત્તમત્તમ ગુણે અને ઉપકારને અંગે જે પૂજા-સત્કારાદિ કરવામાં આવે તેમાં જે લાભ હેય તે પછી જેઓ ઉત્તમત્તમ ગુણેને પ્રાપ્ત કરી જગતના ઉદ્ધારને માટે શાસનને સ્થાપી ગયા તેવા ભગવાન જિનેશ્વર મહારાજાનાં પૂજા-સકારાદિમાં લાભ હેય તેમાં આશ્ચર્ય જ શું ? પ્રતિમાના શત્રુઓ અને દયાના દુશ્મને તે વળી અવિરતિના કરેલા દરેક કાર્યને અધર્મ માને છે, છતાં શ્રીકૃષ્ણ
SR No.540015
Book TitleAgam Jyot 1979 Varsh 15
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1980
Total Pages148
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy