________________
પુસ્તક ૧લું
ઈંદ્રના કપનું રહસ્ય :
વળી એક જ વખતના એક જ ઇંદ્ર આવી રીતે પિતાના આત્માના કલ્યાણને માટે ભગવાન તીર્થકર મહારાજની આરાધના કરે છે એમ નથી, પરંતુ અતીત, અનાગત અને વર્તમાનકાલના સર્વ ઇંદ્રિો ભગવાન તીર્થંકર મહારાજની પૂજા અને પ્રભાવના દ્વારા અતીત, અનાગત અને વર્તમાનકાલમાં આરાધના કરતા હતા, કરે છે અને કરશે. તથા એ કારણથી ઇંદ્ર મહારાજા જાહેર કરે છે કે આવી રીતે જન્માભિષેકાદિ મહોત્સવ કરવા તે અતીત, અનાગત અને વર્તમાનકાલના સર્વ ઈદ્રોને અવશ્ય-કલ્પ છે. એટલે જેમ સર્વકાળના સાધુએને મહાવતે ધારણ કરવાને કલ્પ છે અને તે ક૫ ફક્ત આત્માની મુક્તિને માટે છે, તેવી રીતે સકલકાલના ઈંદ્રોને પણ મુક્તિ માટે કલ્પ છે કે તેઓએ ભગવાન જિનેશ્વર મહારાજની પૂજા-પ્રભાવના દ્વારા આરાધના કરવી. દેવેની કરણું પણ અનુમોદનીય ગણાય ?
આ સ્થાને કેટલાક પ્રતિમા અને પૂજાના લેપકે પૂજાને અંગે શંકા કરે છે કે દેવતાઓ અવિરતિ–દશામાં છે, અને તેથી તેની કરણી અનુદવા લાયક ગણાય? તેમ જ અનુકરણ કરવા લાયક પણ ગણાય ખરી? આવું બેલનારાઓ એટલું નથી વિચારી શકતા કે ભગવાન જિનેશ્વર મહારાજની પૂજાના અધિકારમાં પૂજાને માટે વિશેષ શક્તિ અને સમૃદ્ધિ ધરાવનારાએની મુખ્યતા લેવામાં આવે છે.
આ કારણથી ધર્મમાં હંમેશાં જેઓનું મન હોય છે તેવાઓની પૂજ્યતાના સ્થાને શ્રી શય્યભવસૂરિજીએ “વા વિ તં મંમંતિ ” એ પદ સ્પષ્ટપણે જણાવ્યું છે, વળી શ્રુત ધર્મના મહિમાને અંગે પણ “મુરબારિ હિ#– ” જણાવતાં દેવતાના સમુદાયને પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે. જિનેશ્વર