________________
૨૦.
આગમજ્યોત આ બધું દેખનારે સુજ્ઞ મનુષ્ય ભગવાન્ તીર્થંકરની દીક્ષા અવસ્થાને અંગે પૂજા માનનારે હોય તે પૂજામાં કેટલે આડંબર કરે? અને તેવી રીતે કરાતી પૂજા કેઈપણ પ્રકારે તે પૂજાના કરનારને ભાવનાની નિર્મળતા કયા સિવાય રહે નહિ, અને ભગવાન જિનેશ્વર મહારાજને એવા પ્રકારે અનેક વિધિથી પૂજન કરતાં એક પણ અંશે વીતરાગ-કેવલીપણમાં બાધ આવે નહિ એમ સ્પષ્ટ થાય છે. ઈટાદિ પૂજા શા માટે કરે છે?
વાચકગણે યાદ રાખવાની જરૂર છે કે ઇંદ્ર-મહારાજાઓ ભગવાન જિનેશ્વર મહારાજાઓની જે પૂજા દ્વારા આરાધના કરે છે, તે આરાધના પિતાના આત્માના કલ્યાણને માટે કરે છે.
ભગવાન જિનેશ્વર મહારાજની આરાધના કરવામાં ઈ. મહારાજને કેઈપણ પ્રકારે પૌદ્ગલિક-પદાર્થોને લાભ મેળવવાને નથી, કેઈપણ પ્રકારે વિષયોના સુખની પ્રાપ્તિ મેળવવા તેમાં સંબંધ નથી, એટલે સ્પષ્ટ માલુમ પડશે કે તેઓ પોતાના આત્માના કલ્યાણને માટે ભગવાન જિનેશ્વર મહારાજની આરાધના કરે છે, એટલું જ નહિ પરંતુ તેઓ ભગવાન જિનેશ્વર-મહારાજની આરાધના ભક્તિ-પૂજા થાય તેને હિતકારી, સુખકારી, શાંતિ કરનાર, મોક્ષને આપનાર અને સંસ્કાર દ્વારા ભવભવને વિષે પ્રાપ્ત થનાર તરીકે ઉત્તમ માને છે, અને એ વાત તે ચેકકસ છે કે ઈંદ્ર મહારાજા સમ્યગ્દષ્ટિ છે અને તેઓની માન્યતા યથાસ્થિત. હેય. તેથી તેઓએ ધર્મને ધર્મ માન્ય છે, પરંતુ અંશે પણ અધર્મને ધર્મ તેઓએ સ્વીકાર્યો નથી. એટલે દરેક સમ્યગ્દષ્ટિએ ભગવાન જિનેશ્વર મહારાજની વિધવિધ પૂજામાં ધર્મને ઉદય માને તે જ આવશ્યક છે.