________________
પુરતક ૧૯
વળી શ્રી આચારાંગ સૂત્રમાં ભગવાન જિનેશ્વરેની દીક્ષા વખતે થયેલે અલંકાર વગેરેને આડંબર જણાવાયેલ છે, તે પણ શું યોગ્ય ગણાશે ! વાચકગણ તે બંને સૂત્રેના પાઠનું પર્યાચિન જ્ઞાની-ગુરૂની નિશ્રાએ કરવાથી ભગવાન જિનેશ્વર મહારાજના નિર્વાણ વખતે કરાતે આડંબર સહેતુક અને ઉપયોગી લાગશે.
વધુમાં આ શાસ્ત્રપાઠને વ્યવસ્થિત રીતે વિચારનાર સુજ્ઞ મનુષ્ય સહેજે સમજી શકશે કેશાસ્ત્ર પાઠેનું રહસ્ય :
ભગવાન જિનેશ્વર મહારાજને મુખ્યતાએ તીર્થકરપણે અને વીતરાગ સર્વજ્ઞપણે માનનાર એવા ઇદ્ર મહારાજા ભગવાનની દીક્ષા વખતે કેવા અનેક પ્રકારના રન, મણિ, કનકની રચનાએ કરીને આશ્ચર્યકારક દેવછંદે વિશ્ક છે, તેમજ અનેક પ્રકારના મણિ, કનક અને રત્નની રચનાથી આશ્ચર્યકારક સિંહાસનને વિમુવી ભગવાન તીર્થંકર મહારાજને વંદન-નમસ્કાર કરવા પૂર્વક ગ્રહણ કરીને ત્યાં બેસાડે છે, બેસાડીને સહસ્ત્રપાક અને શતપાક તેથી અત્યંગન કરે છે, ગંધકાષાયી તથા શરીરને સાફ કરે છે. શુદ્ધોદકે હુવરાવે છે, અને જેનું મૂલ એક લાખ રૂપિયા છે અને જે અત્યન્ત શીતપણે વર્તવાવાળું હોય છે, એવા ગશીર્ષ ચંદનથી વિલેપન કરે છે, અને લગાર નાકના વાયરાથી પણ ઉડે, અને શ્રેષ્ઠ નગર પાટણની કારીગરીથી બનાવાયેલે, અને સારા સારા કારીગરોએ જેની પ્રશંસા કરેલી છે, તથા જે ઘોડાની લાળ જેવું કમળ છે અને ઉત્તમ કારીગરેએ સેનાનું કામ જેના છેડા ઉપર કર્યું છે. એવું હંસલક્ષણ પદ્દયુગલ ભગવાનને પહેરાવે છે, અને હાર, અહાર, વસ્ત્ર, નેપથ્ય, એકાવલી, પ્રાલંબસૂત્ર, પટકુલ, મુકુટ, રત્નમાલા વગેરે પહેરાવે છે અને ગૂંથેલા, વીંટેલા, પરવેલા અને જથે કરેલા ફૂલની માળાથી કલ્પવૃક્ષની માફક અલંકૃત કરે છે.