________________
૧૮.
આગમત
કહેવું જોઈશે કે એવી માન્યતા ધરાવનાર દિગમ્બરમાં ભૂખમાં મૂર્ખ પણ કોઈ નિકળશે નહિ.
- જ્યારે દિગમ્બરોને ભગવાન જિનેશ્વર મહારાજને અંગે લાગેલા શરીરના રંગથી જુદા રંગને માટે વિભિન્ન રંગવાળાં એવા ચક્ષુએ પિતાની માન્યતામાં નડે છે, મુકુટ–કુંડળ આદિ આભૂષણો અને ચીનાંશુક આદિ વસ્ત્રો નડે છે, ત્યારે તેઓને પિતાની વાત રાગ સર્વજ્ઞ તરીકે માનેલી ભગવાનની પ્રતિમાને દૂધ-પાણી વગેરેને અભિષેક તથા સ્ત્રીઓનું અડવું અને સ્ત્રીઓએ કરાવેલું સ્નાન તેમ જ કરાતાં અંગલુહણા આદિ કેમ નડતાં નથી ? સ્ત્રીએ પૂજા કરી શકે તે મુકુટાદિથી વીતરાગતાને બાધશે?
ખરેખર! જૈનશાસનને અનુસરનારાઓ અને શાસનના ધુરં ધરે ઉપર દિગમ્બરના મૂલ-પુરુષને જે ટ્રેષરૂપી દાવાનલ પ્રગટ હતું, તેમાં સાધુના ઉપકરણે તે બળી ગયાં જ, પણ તે શ્રેષ– દાવાનલે આ ભગવાનની પૂજામાં મુકુટ-કુંડલાદિ આભૂષણે અને ચીનાંશુક આદિ વસ્ત્રો જે વપરાતાં હતાં, તે પણ ભસ્મીભૂત કર્યા. પરંતુ દિગમ્બર–સંપ્રદાયમાં ઉત્પન્ન થયેલી સ્ત્રીઓનું કાંઈક સદ્ભાગ્ય હશે કે તે બિચારી મેક્ષ, કેવલજ્ઞાન અને ચારિત્રને માટે સહસ્ત્રમહલ દિગમ્બરથી નાલાયક ઠરાવાઈ, છતાં પણ ભગવાન જિનેશ્વર મહારાજના વીતરાગ અને સર્વજ્ઞપણને બાધક છતાં પ્રક્ષાલન અને અંગલુહણાં આદિના કાર્યમાં નાલાયક ગણાવાઈ નહિ અને વેતામ્બરભાસ-ખરતરની સ્ત્રીઓની માફક ભગવાન્ જિનેશ્વરની પૂજાથી બે-નસીબ રહેવાને વખત તેણઓને આવ્યું નહિ.
ભગવાન જિનેશ્વર મહારાજની વીતરાગ-સર્વજ્ઞતા થયા પછી તેમની નિર્વાણ-અવસ્થાની વખતે ભગવાન જિનેશ્વર મહારાજના શરીરને અંગે થયેલ વિવિધ પૂજા-સત્કાર માટે શ્રી જબૂદ્વીપ પ્રજ્ઞમિ સૂત્રમાં નિર્વાણને. અધિકાર છે, તેમાં સ્નાન, વિલેપન કરાવવા સાથે હંસલક્ષણ પટશાટક જે પહેરાવવામાં આવે છે, તે શું વીતરાગ-દશાને દર્શાવનારું ગણી શકાશે ખરું?